વડોદરા, 2 જુલાઈ (હિ.સ.)- વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં લાકોદરા ગામ નજીક નેશનલ હાઇવે પર જીલ્લા એલસીબી દ્વારા કરવામાં આવેલા વાહન ચેકિંગ દરમિયાન મોટી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ભરૂચ તરફથી આવતા મહારાષ્ટ્ર પાસિંગના કન્ટેનરમાંથી દારૂ અને બિયરના આશરે 25 લાખના જથ્થાની ઝડપી થઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે કન્ટેનરમાંથી મળી આવેલ મુદ્દામાલમાં દારૂ અને બિયરની બોટલો ઉપરાંત, કન્ટેનર વાહન, બે મોબાઇલ ફોન અને જીપીએસ સિસ્ટમ સહિત કુલ 35.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઘટનાસ્થળેથી પોલીસે ડ્રાઇવર રમેશ ભાનુપ્રતાપ મિશ્રા (રહે. કોલખે, તા. પનવેલ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર)ને ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ કન્ટેનર વાપીમાં રહેતા સંતોષ સરોજ નામના શખ્સે મોકલાવ્યું હતું.
હવે એલસીબી પોલીસે સંતોષ સરોજ સહિત અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે