કાકોશી શાળાના મતદાન મથક બહાર રઝળતું મતપત્ર મળતાં પોલીસ ફરિયાદ
પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : 22 જૂન 2025ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા વચ્ચે કાકોશી પ્રાથમિક શાળાના મતદાન મથક બહાર વોર્ડ નંબર 4નું એક મતપત્ર રઝળતું હાલતમાં મળ્યું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતાં ચૂંટણી અધિકારીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હત
કાકોશી શાળાના મતદાન મથક બહાર રઝળતું મતપત્ર મળતાં પોલીસ ફરિયાદ


પાટણ, 2 જુલાઈ (હિ.સ.) : 22 જૂન 2025ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા વચ્ચે કાકોશી પ્રાથમિક શાળાના મતદાન મથક બહાર વોર્ડ નંબર 4નું એક મતપત્ર રઝળતું હાલતમાં મળ્યું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતાં ચૂંટણી અધિકારીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુરના નાયબ મામલતદાર તથા ચૂંટણી અધિકારી દિપેનભાઈ કરશનભાઈ દેસાઈએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા મતદારે તેમને ઇસ્યુ કરાયેલું મતપત્ર મતદાન મથકની બહાર બેદરકારીપૂર્વક મૂકી દીધું હતું.

આ કૃત્ય ચૂંટણી નિયમોનો ભંગ હોવાનું જણાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande