સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરના લાખોના મતાની ચોરીનો ભેદ ઉકેલાયો
સુરત, 2 જુલાઈ (હિ.સ.)- સુરત રેલ્વે સ્ટેશન ખાતે એક મહિના અગાઉ એક મુસાફરની ડાયમંડ ચેઇન સહીત લાખોની મતા ચોરી કરી અજાણયા ચીટરો ફરાર થઇ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈને રેલ્વે પોલીસ દવારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને અંતે પોલીસને સફળતા મળી હતી. પોલીસે મહા
સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરના લાખોના મતાની ચોરીનો ભેદ ઉકેલાયો


સુરત, 2 જુલાઈ (હિ.સ.)- સુરત રેલ્વે સ્ટેશન ખાતે એક મહિના અગાઉ એક મુસાફરની ડાયમંડ ચેઇન સહીત લાખોની મતા ચોરી કરી અજાણયા ચીટરો ફરાર થઇ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈને રેલ્વે પોલીસ દવારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને અંતે પોલીસને સફળતા મળી હતી. પોલીસે મહારાષ્ટ્રના તલોજા સેન્ટ્લ જેલમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસની ટીમે તપાસ દરમિયાન મૂળ હાસી જી.હિસાર(હરિયાણા) ના આરોપી નરેશ ઉર્ફે ચીન્નુ કર્મવીર સાંસીની મહારાષ્ર્ટની તલોજા સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી હતી.

વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી મુંબઈના બોરીવલ્લી રેલ્વે સ્ટેશનના ગુનામાં તલોજા સેન્ટ્રલ જેલમાં હતો.ત્યાંથી તેની કસ્ટડીમાં લેવામાં આવી હતી.આ સિવાય પોલીસે પૂછપરછ કરતા આરોપીએ કબુલ્યું હતું કે પોતે તથા સન્ની ઉર્ફે ગીન્ની નરેશ સાંસી સાથે મળી તેને સુરત રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ઉપર ટ્રેન નં-04713 બિકાનેર-બાન્દ્રા એક્સપ્રેસ ટ્રેનના કોચ નં-બી/4 માં ચઢતી વખતે પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ એક મુસાફરની ડાયમંડની ચેઇન સહીત લાખોની મતા ચોરી કરી લીધી હતી અને બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપી પાસેથી ડાયમંડની ચેઇન સહિતનો મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande