ચંડીગઢ, નવી દિલ્હી, 02 જુલાઈ (હિ.સ.)
પહેલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન સરહદ પર વધેલા તણાવ દરમિયાન, ડ્રોન હુમલામાં
ઘાયલ થયેલા યુવક લખવિંદરનું મંગળવારે રાત્રે લગભગ બે મહિના પછી મૃત્યુ થયું.
લખવિંદર લુધિયાણાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. લખવિંદરની પત્નીનું હુમલા
દરમિયાન જ મૃત્યુ થયું. બુધવારે મેડિકલ બોર્ડે, પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ પરિવારને
સોંપ્યો.
7 મેના રોજ ભારત
દ્વારા ઓપરેશન સિંદૂર પછી,
પાકિસ્તાને સરહદ
પર ગોળીબાર કર્યો અને ડ્રોન અને મિસાઇલોથી હુમલો કર્યો. દરમિયાન, 9 મેના રોજ, પંજાબમાં
પાકિસ્તાનની સરહદે આવેલા ફિરોઝપુર જિલ્લાના, ખાઈ ફેમ ગામમાં લખવિંદર સિંહના ઘર પર
એક પાકિસ્તાની ડ્રોન પડ્યું. આ કારણે, પરિવારના 3 સભ્યો ઘાયલ થયા હતા.
લુધિયાણાની ડીએમસી હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર,”ખાઈ ફેમ ગામની
રહેવાસી સુખવિંદર કૌર 100 ટકા બળી ગઈ હતી, જેના કારણે
તેણીને બચાવી શકાઈ ન હતી. તેના પતિ લખવિંદર સિંહ (55) ને 70 ટકા બળી ગયા હતા. તેમનું મંગળવારે રાત્રે અવસાન થયું. આ
અકસ્માતમાં લખવિંદર સિંહના પુત્ર જસવંત સિંહને પણ દાઝી ગયા હતા. આ અકસ્માતમાં
આંગણામાં ઉભેલા પ્રાણીઓ પણ, આગની ચપેટમાં આવી ગયા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ