અરવલ્લી LCB એ ભિલોડાના ડોડીસરા ગામની સીમમાંથી દારૂની બોટલ સહિત પ્રો.હી. મુદ્દામાલ ઝડપી પાડ્યો
મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) :ભિલોડા પો.સ્ટે વિસ્તારમાં મોજે કોડીસરા ગામની સીમમાં મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર ગાડીમાં થી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ /ટીન નંગ-૮૮૭ કુલ જેની કિ.રૂ.૨,૫૩, ૧૪૫ /- નો પ્રોહી મુદ્દામાલ તથા મારૂતી સ્વીફટ કીઝાયર ગાડીની કિ
અરવલ્લી LCB એ ભિલોડાના ડોડીસરા ગામની સીમમાંથી દારૂની બોટલ સહિત પ્રો.હી. મુદ્દામાલ ઝડપી પાડ્યો


મોડાસા, 26 જુલાઈ (હિ.સ.) :ભિલોડા પો.સ્ટે વિસ્તારમાં મોજે કોડીસરા ગામની સીમમાં મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર ગાડીમાં થી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ /ટીન નંગ-૮૮૭ કુલ જેની કિ.રૂ.૨,૫૩, ૧૪૫ /- નો પ્રોહી મુદ્દામાલ તથા મારૂતી સ્વીફટ કીઝાયર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૫૩,૧૪૫/-ના મુદ્દામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢતી-લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી

અરવલ્લી એલ.સી.બી.સ્ટાફના માણસો ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા દરમ્યાન ડોડીસરા ગામની સીમ માં જતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે વસંતભાઈ સુરજીભાઈ બરંડા રહે.જેશીંગપુર તા.ભિલોડા જી.અરવલ્લીનાનો એક સિલ્વર કલરની મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર ગાડીનં. GJ23M6268 નીમાં રાજસ્થાનમાં ઇન્ગ્લીશ દારૂનો જથ્થો ભરી લઈને ડોડીસરા ગામમાં થઈ જેશીંગપુર તરફ જનાર છે. જેવી બાતમી હકીકત આધારે ડોડીસરા ગામની સીમમાં ડોડીસરાથી હાથીયા તરફ જતા રોડ ઉપર ઉભા રહી સંદરી બાતમીવાળી ગાડીની વોચ/તપાસમાં હતા તે દરમ્યાન ડોડીસરા તરફથી સદરી બાતમી વાળી ગાડી આવતાં જેને ઉભી રાખવા સાથેના પોલીસના માણસોએ ઈશારો કરતા સદરી મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર ગાડી ના ચાલકે પોતાની ગાડી રોડની સાઈડમાં ઉભી કરી ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતરી ભાગવા જતાં સદરી ઇસમ ઓળખેલ તો તે વસંતભાઈ સુરજીભાઈ બરંડા રહે, જેશીંગપુર તા.ભિલોડા જી.અરવલ્લીનાનો હતો જેને ઉભો રહેવા નામ જોગ બુમો પાડવા છતાં ઉભો રહેલ નહી અને ખેતરોમાં થઈ ભાગી ગયેલો જેથી સદરી લઈ આવેલ મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર ગાડી પાસે જઈ સદરી ગાડીના દરવાજા ખોલી અંદર જોતાં વચ્ચેની શીટો ઉપર તેમજ ડેકીના ભાગે અલગ-અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટ ની વિદેશી દારૂની તેમજ બિયરની પેટીઓ મુકેલ હતી જેથી સદરી મારૂતી સુઝુકી સ્વીકટ ડીઝાયર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડીમાં વગરવાસ પરમીટનો દારૂ ભરી લાવેલ હોય અને સદરી જગ્યા જાહેર રોડ હોઈ તેમજ વાહનો તેમજ લોકોનો અવર-જવર હોય જેથી સદર જગ્યાએ પ્રોહી મુદામાલ નીચે ઉતારી ગણવો હિતાવહ ન હોય જેથી સદરી સ્વીફટ ડીઝાયર અત્રે એલ.સી.બી.ઓફીસના કંપાઉન્ડમાં લાવી મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર ગાડીમાં દારૂ નો જથ્થો નીચે ઉતારી ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ /ટીન નંગ-૮૮૭ કુલ જેની કિ.રૂ.૨,૫૩, ૧૪૫ /- નો પ્રોહી મુદ્દામાલ તથા મારૂતી સ્વીફટ કીઝાયર ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૫૩,૧૪૫/-ના મુદ્દામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં જિલ્લા LCB ને સફળતા હાથ લાગી હતી

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande