સુરત, 26 જુલાઈ (હિ.સ.)- ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે અને તેનું જળસ્તર ઝડપથી વધ્યું છે. પરિણામે માંગરોળ તાલુકાના મોટો બોરસરા ગામ પાસે આવેલો હાઇ બેરલ બ્રિજ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
આ ઘટનાથી કીમથી નેશનલ હાઇવે તરફ જતો મુખ્ય માર્ગ બંધ થઇ જતા વાહનચાલકો માટે ભારે મુશ્કેલી ઊભી થઇ છે. હવે લોકોને લંબાવટ કરવી પડી રહી છે અને વધારાના 10 કિલોમીટરના ફેરાથી હાઇવે સુધી પહોંચવું પડી રહ્યું છે.
વરસાદી ઋતુમાં નદીઓમાં આવક વધવી સહજ છે, પણ મહત્વના બ્રિજ પાણીમાં ગરકાવ થવાને કારણે સ્થાનિકોમાં અસંતોષ વ્યાપી ગયો છે. તંત્રએ જણાવી છે કે લોકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તથા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે