આધોઇ નજીકના ગામો હવે ચોમાસામાં વિખૂટાં નહીં પડે, નવા પુલનું લોકાર્પણ
ભુજ - કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ચોમાસાંના સમયમાં ભચાઉ તાલુકાના આધોઈ નજીક આવેલાં ગામડાઓ તાલુકા મથકથી વિખુટાં પડી જતાં હતાં, પરંતુ હવે એ સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. આધોઈ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્રણ દાયકા
આધોઇ પુલનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ


ભુજ - કચ્છ, 27 જુલાઈ (હિ.સ.) : ચોમાસાંના સમયમાં ભચાઉ તાલુકાના આધોઈ નજીક આવેલાં ગામડાઓ તાલુકા મથકથી વિખુટાં પડી જતાં હતાં, પરંતુ હવે એ સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. આધોઈ ખાતે 16 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્રણ દાયકાથી સમસ્યા હતી, ધારાસભ્યની રજૂઆત બાદ સુવિધા

ત્રણ દાયકાથી આ પુલના અભાવે 32 કિલોમીટર આસપાસના ગામના લોકો મુશ્કેલી અનુભવતા હતા અને લોકોની માંગ તેને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય દ્વારા સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરાઈ હતી અને તેનું ખાતમુહૂર્ત કરાયા બાદ રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના જ હસ્તે પુલનું લોકાર્પણ કરાયું હતું. આ પુલ બનવાથી રાપર ભચાઉના અનેક ગામ સાથેનો વાહન વ્યવહાર ધબકતો થશે. સામખિયાળી, કંથકોટ, રામવાવ અને ધોળાવીરા જવા માટે આ પુલ ઉપયોગી બનશે.

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગને જોડતો હોવાથી વધુ ઉપયોગી

આ માર્ગ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઇવેને જોડે છે. ચોમાસાંમાં અનેક ગામ સાથેનો વાહન વ્યવહાર પ્રભાવિત થતો હતો. આ પુલનું લોકાર્પણ થવાથી આ પંથકમાં ખુશીની લહેર પ્રસરી છે. આસપાસના અનેક લોકોએ પુલને જોઈને ખુશી વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કરોડોની રાજ્ય સરકારની ગ્રાન્ટ મંજૂર કરાવી ગામેગામ વિધાનસભા ક્ષેત્રમાં અનેક પ્રકારના વિકાસકામોની ભેટ વીરેન્દ્રાસિંહ જાડેજા અપાવી રહ્યા છે. આ પુલના અભાવે વાહનવ્યવહાર અતિ મુશ્કેલીભર્યો બન્યો હતો. છથી સાત વર્ષ તૂટેલી અવસ્થામાં રહેલા આ પુલમાં પહેલાં પાપડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande