ગીર સોમનાથ 27 જુલાઈ (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે ટાવર ચોક ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી મસાલ રેલી ટાવરચોક થી જીલ્લા ભાજપ કાર્યાલય સુધી રેલીનું આયોજન થયું.
જેમાં માતૃભૂમિના સન્માન અને ગૌરવ માટે લડનાર જવાનોના અતુલનીય પરાક્રમ અને સાહસને કૃતજ્ઞતાસહ વંદન કરવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ