પુલના પરિણામે તીર્થધામ નારાયણ સરોવરનો પીપરને જોડતો સરહદી માર્ગ બંધ થવાનો ભય
ભુજ – કચ્છ, 27 જુલાઇ (હિ.સ.) લખપત-અબડાસાને જોડતો દરિયાઈપટ્ટી વિસ્તારનો માર્ગ પીપર-નારાયણ સરોવર ઠેરઠેર જર્જરિત થતાં પુલ પણ નબળા થઈ જતા અને રસ્તાના વ્યાપક ધોવાણનાં કારણે હવે થોડો વધુ વરસાદ પડશે તો માર્ગ બંધ થવાની દહેશત ઊભી થઈ છે. સીમાદળ માટે મહત્વનો
પીપરનો માર્ગ બન્યો ગાડાવાટ


ભુજ – કચ્છ, 27 જુલાઇ (હિ.સ.) લખપત-અબડાસાને જોડતો દરિયાઈપટ્ટી વિસ્તારનો માર્ગ પીપર-નારાયણ સરોવર ઠેરઠેર જર્જરિત થતાં પુલ પણ નબળા થઈ જતા અને રસ્તાના વ્યાપક ધોવાણનાં કારણે હવે થોડો વધુ વરસાદ પડશે તો માર્ગ બંધ થવાની દહેશત ઊભી થઈ છે.

સીમાદળ માટે મહત્વનો રસ્તો

પીપર ગામના લોકોએ કહ્યું હતું કે, વર્ષોથી રસ્તાનું મરંમતકાર્ય થયું નથી. પુલ પણ જર્જરિત બની ગયા છે. આ વિસ્તારમાં સીમા સુરક્ષા દળની મહત્ત્વની સરહદી સીમા ચોકીઓ આવેલી છે. છતાં તંત્ર ગંભીર નથી. વળી પીપર વિસ્તારમાં અનાજ-રસકસની દુકાન નથી, તેથી લોકોને નારાયણ સરોવર અનાજ-કરિયાણા માટે આવવાનું થાય છે.

ડામર સાવ ઉખડી ગયો, ગાડાવાટ સમાન રોડ

જો વધુ વરસાદ પડે તો હવે આ માર્ગ બંધ થઈ જશે તેવી ભીતિ છે. એક તો રસ્તામાંથી ડામર સાવ જતો રહ્યો છે. કાચો ગાડાવાટ જેવો રોડ બની ગયો છે. વધુમાં રોડ સાઈડમાં ઠેરઠેર ધોવાણ થતાં આ માર્ગ ગમે ત્યારે બંધ થઈ જાય તે પહેલાં તંત્ર દ્વારા રોડની સાઈડમાં માટી-પથ્થર નાખી મજબૂત કરવાની જરૂરત હોવાની લોકમાંગ પ્રવર્તે છે. બી.એસ.એૐ.ના જવાનોને સીમાચોકી પર પહોંચવા પણ આ માર્ગ મહત્ત્વનો છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande