ધારીના ગોવિંદપુર માર્ગ પર આરામ ફરમાવતો સિંહનો અદ્ભુત વીડિયો વાયરલ થયો
અમરેલી, 29 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામ પાસેના રસ્તા પર એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ સિંહ રસ્તા પર આરામથી સૂતો છે અને વાહનો તેની આજુબાજુથી પસાર થઈ રહ્યા છે. આ
ધારીના ગોવિંદપુર માર્ગ પર આરામ ફરમાવતો સિંહનો અદ્ભુત વીડિયો વાયરલ થયો


અમરેલી, 29 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામ પાસેના રસ્તા પર એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યું છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ સિંહ રસ્તા પર આરામથી સૂતો છે અને વાહનો તેની આજુબાજુથી પસાર થઈ રહ્યા છે. આ દ્રશ્યને જુએ તેવો હરખ અને આશ્ચર્ય એકસાથે અનુભવાય છે.

ગિરસિહના આ વિસ્તારને વન્યજીવોના આવાસ તરીકે ઓળખવામાં આવે છે, અને ખાસ કરીને સિંહો અવારનવાર ગામડાંના નજીકના વિસ્તારો સુધી આવી જતા હોય છે. ત્યારે આ સિંહ માર્ગ પર આરામ કરતો જોઈને લોકો અચંબામાં પડ્યા હતાં. વીડિયો વાઈરલ થતાં લોકોમાં ચર્ચા છે કે સિંહોની હરકત હવે વધુ મનુષ્ય નિવાસ વિસ્તારોમાં જોવા મળી રહી છે.

વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે સિંહ બિલકુલ નિડર રીતે રસ્તા પર સૂતો છે અને આસપાસના લોકો પણ તેને દૂરસ્થ રહીને મોટે ભાગે સતર્કતા રાખીને વીડિયો કૅપ્ચર કરી રહ્યા છે. જોકે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર આવા સમયે સાવચેતી ન રાખવાના મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવી ઘટના સમયે સિંહથી દૂર રહેવું અને તરત વન વિભાગને જાણ કરવી. આ પ્રકારની ઘટના ગિરસિંહના કુદરતી વર્તન અને તેના વિસ્તરતા વિસ્તારની યાદ અપાવે છે.

આ વીડિયોએ ફરી એકવાર બતાવ્યું કે માનવ વસાહત નજીક સિંહોની હાજરી સતત વધી રહી છે અને લોકોમાં જાગૃતિ જરૂરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande