અમરેલી સીટી પોલીસ દ્વારા, ચોરાયેલ બાઈક મૂળ માલિકને પરત કરાયું
અમરેલી, 29 જુલાઈ (હિ.સ.) અમરેલી શહેર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકસહાયની ભાવના સાથે નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના એક અરજદારશ્રી દ્વારા તેમની મોટરસાયકલ ગુમ થયાની જાણ કરાઈ હતી. ફરિયાદને ગંભીરતાથી લેતા સીટી પો
અમરેલી સીટી પોલીસ દ્વારા ચોરાયેલ બાઈક મૂળ માલિકને પરત કરાયું


અમરેલી, 29 જુલાઈ (હિ.સ.) અમરેલી શહેર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકસહાયની ભાવના સાથે નોંધપાત્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના એક અરજદારશ્રી દ્વારા તેમની મોટરસાયકલ ગુમ થયાની જાણ કરાઈ હતી. ફરિયાદને ગંભીરતાથી લેતા સીટી પોલીસએ તપાસ શરૂ કરી.

આ કેસમાં પોલીસના હ્યુમન ઈન્ટેલિજન્સ સોર્સ અને નેત્રમ કમાંડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી ફૂટેજનો સહારો લેવામાં આવ્યો. સમગ્ર શહેરમાં આવેલી અનેક જગ્યાના સીસીટીવી ફૂટેજની વિશ્લેષણાત્મક તપાસ બાદ ગુમ થયેલી મોટરસાયકલનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી.

પોલીસ ટીમે ત્વરિત પગલાં લઈને મોટરસાયકલ પક્શે સુપ્રત કરી. આ દરમિયાન અરજદારશ્રીએ પોતાનું વાહન પચિ કહી દીધું હતું. પોલીસની સચેત કામગીરીને લઈ અરજદારે સન્માનની લાગણી વ્યક્ત કરી અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો.

આ ઘટના પુરવાર કરે છે કે અમરેલી સીટી પોલીસ ન કેવલ ગુનાહિત પ્રવૃત્તિ સામે સજાગ છે પરંતુ જાહેર સેવા અને માનવીય મૂલ્યો માટે પણ પ્રતિબદ્ધ છે. નેત્રમ સીસીટીવી સિસ્ટમ અને હ્યુમન સોર્સના યોગ્ય સંકલનથી એક ગુમ થયેલી મિલકત પુનઃ પ્રાપ્ત કરી શકાઈ છે, જે પોલીસના કાર્યક્ષમતા અને જનસેવા પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande