સિદ્ધપુરમાં ફરી ચોરીનો તાંડવ, ચોરીઓથી વેપારીઓમાં ભય અને રોષ
પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર શહેરના તાવડિયા ચાર રસ્તા નજીક હાઈવે પર એક જ રાત્રે વધુ પાંચ દુકાનોના તાળા તોડવામાં આવ્યા છે. અગાઉના બે દિવસમાં પણ પાંચ દુકાનોમાં ચોરી થવા પામતાં વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. તસ્કરો પોલિસના ડર વિના બેફિકર બનીને ચોર
સિદ્ધપુરમાં ફરી ચોરીનો તાંડવ, ચોરીઓથી વેપારીઓમાં ભય અને રોષ


સિદ્ધપુરમાં ફરી ચોરીનો તાંડવ, ચોરીઓથી વેપારીઓમાં ભય અને રોષ


પાટણ, 29 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર શહેરના તાવડિયા ચાર રસ્તા નજીક હાઈવે પર એક જ રાત્રે વધુ પાંચ દુકાનોના તાળા તોડવામાં આવ્યા છે. અગાઉના બે દિવસમાં પણ પાંચ દુકાનોમાં ચોરી થવા પામતાં વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. તસ્કરો પોલિસના ડર વિના બેફિકર બનીને ચોરીને અંજામ આપી રહ્યાં છે.

ચોર ટોળકી દુકાનોના શટર તોડી અંદર ઘુસી હતી અને મુખ્યત્વે રોકડ રકમની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે અને ફૂટેજમાં તસ્કરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ભોગ બનેલા વેપારીઓએ ઘટનાની ફરિયાદ સિદ્ધપુર પોલીસ મથકે નોંધાવી છે.

સિદ્ધપુર પોલીસે હવે ચોરીના ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મદદથી તપાસ શરૂ કરી છે. બની રહેલી આ ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande