ભારતીય જૈન સંગઠન દ્વારા ભુજમાં આયોજીત પ્રતિભા સન્માન સમારોહમાં જાહેરાત
ભુજ - કચ્છ, 29 જુલાઈ (હિ.સ.) ભારતીય જૈન સંગઠન- કચ્છ (BJS ) દ્વારા પ્રતિભા સ્પોટ વાઈટ - 2025 ના કાર્યક્રમનું આયોજન ભુજ મધ્યે કરવામાં આવ્યું હતું અને જેમાં સમગ્ર કચ્છના ખૂણે ખૂણેથી જૈન સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેટલીક મહત્ત્વની જાહેરાત અને સમાજોત્થાનના કાર્યક્રમની ચર્ચા કરાઇ હતી. ધોરણ 10 થી ઉપરના 70% ટકાથી વધુ માર્ક અને ડિગ્રી સુધીના યુવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 440 પ્રતિભાઓને સન્માનવામાં આવ્યા હતા. 120 પ્રતિભાઓએ 2025માં ડીગ્રી મેળવી હોય તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
જૈન સમાજને એક મંચ કરી કચ્છના વિકાસમાં મહાજનની આગવી ભૂમિકા
BUSના અધ્યક્ષ હિતેશભાઇ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છના સમસ્ત જૈન સમાજના યુવાઓ આવતા દિવસોમાં શૈક્ષણિક ક્ષેત્ર પ્રગતિ કરી રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન આપે. આ કાર્યક્રમથી સમસ્ત કચ્છ જૈન સમાજને એક મંચ કરી સમગ્ર કચ્છના વિકાસ અને સેવા કાર્યમાં હંમેશા કચ્છ જૈન સમાજે મહાજન તરીકેની ભૂમિકા ભજવી છે તે વધુ વેગવાન બનાવવામાં આવશે. બકરી ઈદનો દિવસ ‘કરુણા દિન’ તરીકે મનાવવામાં આવશે જેમાં દરેક સમાજને જોડવામાં આવશે આવતા વર્ષે સમસ્ત જૈન સમાજની 5000 લોકોનું સંમેલન પ્રતિભા સન્માન, વ્યક્તિ વિશેષ સન્માન એમ અપગ્રેડ કરી કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી હતી તેમજ જૈન સમાજના દરેક યુવા યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી.
જો જૈન પરિવાર હોય તો કોઇ પણ નાના ગામમાં આશાનું કિરણ
કરછ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે, જૈન મહાજન હંમેશા માનવસેવા અને જીવદયામાં અગ્રેસર રહ્યો છે. આજે પણ કોઈ એક નાનકડા ગામમાં જો કોઈ એક જૈન પરિવાર હોય તો આખા ગામ માટે આશાનું કિરણ હોય છે તેમણે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. તેમજ આ ભગીરથ આયોજન માટે હિતેશભાઈ ખંડોર અને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
BJSના આયોજનને બિરદાવાયું, સહયોગની ખાતરી
કવિઓ મહાજન ભુજના અધ્યક્ષ જીગરભાઈ છેડા એ જણાવ્યું હતું કે, જૈન સમાજના વિવિધ ગચ્છ અને વિવિધ સાદાયને એક મંચ પર લાવીને સમગ્ર જૈન સમાજની એકતા માટે હિતેશભાઈ ખંડોર BJS માઘ્યમથી જે પ્રયત્નો કરી રહ્યા છે તે માટે અભિનંદન છે. સંસ્થાના મંત્રી રાજન મહેતાએ કચ્છના નવ શહેર અને તાલુકાની ટીમોની જાહેરાત કરી હતી. તમામ પ્રકારના સહયોગની ખાતરી અપાઇ હતી.
વિદ્યાર્થીઓને વધુ સારું કરવાની અપાઇ પ્રેરણા
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણીયાએ જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા તેમજ સારું અને વધુ સારું એ બે માંથી વઘુ સારું થાય તે માટે મહેનત કરવા પ્રેરણા આપી હતી. મનીષભાઈ મોરબીયા એ જણાવ્યુ હતું કે, જૈન સમાજ નો આ ઐતિહાસિક કાર્યક્રમ આવતા દિવસોમાં સમાજ માટે ખૂબજ પ્રેરણાદાયક બની રહેશે તેમજ આવતા વર્ષ માટે રૂપિયા 2.51 લાખ અનુદાનની જાહેરાત કરી હતી.
મુખ્યદાતા પરિવારનું સન્માન
આ કાર્યક્રમમાં મુખ્યદાતા માતૃશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબીયા પરિવાર હસ્તે રમેશભાઈ મોરબીયા (જે જે સી સેન્ટ્રલ બોર્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન), અનશન વ્રત ધારી જૈન સમાજ રાત્ન તારાચંદભાઈ જગશીભાઈ છેડા (હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા) અને ખંડોર હિંમતલાલ માવજીભાઈ પરિવાર માથાપર રહ્યા હતા. જેમનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકીય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પ્રસંગે BAPS મંદિરના સંત આત્મતૃપ્ત સ્વામી, ભુજ મંદિરના કોઠારી સ્વામી વિવેક મંગલ સ્વામી સમારોહ અધ્યક્ષ મનીષભાઈ મોરબીયા, ઉદઘાટા રમેશભાઈ જેઠાલાલ મોરબીયા, કચ્છ જીલ્લા ભાજપ આધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મોહનભાઈ પટેલ યસ એન્કના પૂર્વ ડાયરેક્ટર અતુલભાઈ, ભુજ સાત સંઘના પ્રમુખ સ્મીતભાઈ ઝવેરી કમલેશભાઈ સંઘવી આરાધના ભવનના અધ્યક્ષ કમલભાઈ મહેતા, વીબીસી સમાજના પૂર્વ પ્રમુખ ભોગીલાલ મહેતા મુખ્ય દાતા પરિવારના ઘનલક્ષ્મીબેન, યક્ષમંદિરના ચીમનભાઈ ગમારા વગેરે કચ્છ ભરના જૈન સમાજના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA