ભાટસણ પગાર કેન્દ્ર શાળાની અંડર-14 બહેનોની ટીમ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)સરસ્વતી તાલુકાની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા આજે વાયડ મુકામે આયોજિત કરવામાં આવી હતી. એસ.જી.એફ.આઇ અંતર્ગત આયોજિત આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 એમ વિવિધ વયજૂથ માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાટ
ભાટસણ પગાર કેન્દ્ર શાળાની અંડર-14 બહેનોની ટીમ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા


પાટણ, 29 જુલાઈ (હિ.સ.)સરસ્વતી તાલુકાની તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધા આજે વાયડ મુકામે આયોજિત કરવામાં આવી હતી. એસ.જી.એફ.આઇ અંતર્ગત આયોજિત આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 એમ વિવિધ વયજૂથ માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ભાટસણ પગાર કેન્દ્ર શાળાની અંડર-14 બહેનોની ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સફળતા પાછળ ભાટસણ પ્રાથમિક શાળા અને કેજીબીવી ભાટસણના સંયુક્ત પ્રયાસોનું યોગદાન રહ્યું છે. ભાટસણની ટીમે હવે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે, જ્યાં તેઓ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

વિજયની ખુશી સમગ્ર શાળા પરિવારમાં વ્યાપી ગઈ હતી. શાળાના આચાર્યે વિજેતા ટીમને અભિનંદન આપ્યા હતા અને શાળા કક્ષાએ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપીને સફળતામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે વિશેષ આયોજન કરવાની શાળાની તૈયારી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande