જામનગરના ધ્રોલમાં, ગર્ભ પરિક્ષણ અટકાવવાના કાયદાના ભંગ કેસમાં તબીબને એક વર્ષની સજા
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : ધ્રોલમાં ગર્ભ પરીક્ષણ અટકાવવાના કાયદાના ભંગ કેસમાં અદાલતે તબીબને એક વર્ષની સજા ફટકારી છે, સાથે સાથે અન્ય મહિલા તબીબને રૂ. પ૦૦૦ નો દંડ અને રૂ.રપ૦૦૦ ના જાત મુચરકા-જામીન રજૂ કરવા આદેશ કર્યો છે. તપાસ દરમ્યાન હોસ્પિટલમાં નિયમ મુ
Court


જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : ધ્રોલમાં ગર્ભ પરીક્ષણ અટકાવવાના કાયદાના ભંગ કેસમાં અદાલતે તબીબને એક વર્ષની સજા ફટકારી છે, સાથે સાથે અન્ય મહિલા તબીબને રૂ. પ૦૦૦ નો દંડ અને રૂ.રપ૦૦૦ ના જાત મુચરકા-જામીન રજૂ કરવા આદેશ કર્યો છે. તપાસ દરમ્યાન હોસ્પિટલમાં નિયમ મુજબ સોનોગ્રાફી સહિતનો રેકર્ડ રાખવામાં ન આવ્યા સહિતની ગંભીર ક્ષતિઓ ખુલતા બન્ને તબીબ સામે ગુનો નોંધાયો હતો.

ધ્રોલમાં પાર્થ હોસ્પિટલમાં વર્ષ ૨૦૧૮ માં પીસી એન્ડ પીએનડીટી એકટ એટલે કે પૂર્વ ગર્ભધારણ અને પ્રસુતિ પૂર્વે ગર્ભ પરીક્ષણની રીતો-જાતિય ચકાસણી પર પ્રતિબંધના કાયદા અને નિયમ અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન હોસ્પિટલમાં આવેલા સોનોગ્રાફી મશીનમાં સોનોગ્રાફી કરતા પહેલા અને સોનોગ્રાફી કર્યા બાદ નિયમ મુજબ કોઇ રેકર્ડ નિભાવવામાં ન આવતો હોવાનું તેમજ દર્દીઓના ફોર્મ એફ પણ ભરવામાં ન આવ્યા સહિતની ગંભીર ક્ષતિઓ ખુલ્લી હતી.

આથી હોસ્પિટલ ચલાવનાર ડો. સંગીતા દેવાણી અને તેમને ત્યાં સોનોગ્રાફી કરવાની કાર્યવાહી કરનાર ડો. હીરેન આર. કણજારીયા સામે, અદાલતમાં પીસી એન્ડ પીએનડીટી એકટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ ધ્રોલના જ્યુડી. મેજી.ની કોર્ટમાં ચાલી જતાં સાહેદો અને દસ્તાવેજી પુરાવા ઘ્યાને લઇ ન્યાયધીશે બન્ને તબીબ આરોપીને તકસીરવાન ઠેરવ્યા હતા, ત્યારબાદ બન્ને પક્ષની રજૂઆતો ઘ્યાને લઇ ન્યાયધીશે આરોપી ડો. હિરેન કણજારીયાને એક વર્ષની સજા અને રૂ. પ૦૦૦ નો દંડ તથા આરોપી ડો. સંગીતાબેન દેવાણીને પ્રોબેશનનો લાભ આપી રૂ. પ૦૦૦ નો દંડ તથા ત્રણ વર્ષ સુધીના રૂ. રપ૦૦૦ ના જાત મુચરકા અને જામીન રજૂ કરવા આદેશ કર્યો છે. આ કામમાં ફરિયાદ તરફે વકીલ બિમલભાઇ ચોટાઇ, સુમિત સોલંકી, નિલ ચોટાઇ અને મોનીલ ગુઢકા રોકાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande