પાટણ, 29 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી દશામાનું દસ દિવસીય વ્રત ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં મહિલાઓ આ વ્રત કરે છે જેમાં તેઓ એકટાણું અથવા નકરોડા ઉપવાસ રાખે છે અને દસ દિવસ સુધી દશામાતાનું પૂજન કરીને ઉપાસના કરે છે.
સિદ્ધનાથ મહાદેવના મંદિર પરિસરમાં આવેલા દશામાતા મંદિરમાં વહેલી સવારથી જ વ્રતધારી મહિલાઓ પૂજન માટે ઉમટી પડે છે. છઠ્ઠા દિવસે પણ મોટી સંખ્યામાં મહિલાઓ વારાફરતી દર્શન અને પૂજન કરવા આવી હતી. આજે માતાજીની ચલણી નોટોથી આંગી સજાવવામાં આવી હતી, જેના દર્શન માટે ભક્તોનો ઘાટ લાગી ગયો હતો.
દશમ દિવસના રોજ રાત્રે 10:30 વાગે મહાપૂજાનું આયોજન કરવામાં આવશે અને રાત્રે 12 વાગે 108 દીવોની ભવ્ય મહાઆરતી યોજાશે. ભક્તો દશામાતાના દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર