મુજપુર ગામના પાંચ આરોપીઓને ખૂનની કોશિશમાં પાંચ વર્ષની સજા
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)સમી તાલુકાના મુજપુર ગામમાં 14 વર્ષ અગાઉ થયેલા ખૂનના પ્રયાસના કેસમાં રાધનપુરની એડિશનલ સેશન કોર્ટે પાંચ આરોપીઓને પાંચ વર્ષની સાદી કેદ અને દંડની સજા ફટકારી છે. જજ આર. આર. ચૌધરીએ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કુલ રૂ. 25,600 નો દંડ પણ ફટક
મુજપુર ગામના પાંચ આરોપીઓને ખૂનની કોશિશમાં પાંચ વર્ષની સજા


પાટણ, 29 જુલાઈ (હિ.સ.)સમી તાલુકાના મુજપુર ગામમાં 14 વર્ષ અગાઉ થયેલા ખૂનના પ્રયાસના કેસમાં રાધનપુરની એડિશનલ સેશન કોર્ટે પાંચ આરોપીઓને પાંચ વર્ષની સાદી કેદ અને દંડની સજા ફટકારી છે. જજ આર. આર. ચૌધરીએ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કુલ રૂ. 25,600 નો દંડ પણ ફટકાર્યો છે.

આ કેસમાં બેચરજી શિવાજી, સામંતસંગ ઉર્ફે રઘાજી, ભૂપતસંગ જવાનસંગ, બહાદૂરસિંહ ભૂપતસંગ અને કાળાજી ઉર્ફે જયદિપસિંહ વાઘેલા સહિતના પાંચ આરોપીઓને IPC 307 હેઠળ પાંચ વર્ષની કેદ અને રૂ. 3,500નો દંડ, IPC 147 હેઠળ એક વર્ષની કેદ અને રૂ. 1,000નો દંડ તથા IPC 148 હેઠળ એક વર્ષની કેદ અને રૂ. 1,500નો દંડ થયો છે. દંડ ન ભરવા પર વધુ કેદની જોગવાઈ છે.

ઘટના 7 ડિસેમ્બર, 2011ના રોજ બની હતી જ્યારે નિઝામખાન ખોખર (ઉ.વ. 60) પરિવાર સાથે પાટણથી દવા લઈ મુજપુર ગામ પરત ફરી રહ્યા હતા. બસ સ્ટેન્ડ પર ઉતરતાં જ કેટલાક લોકોના ટોળાએ તેમના પર કુહાડી અને ધારીયાથી હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ પોલીસે આઠ જણા નામજોગ અને 30થી 40 અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે શંકરભાઈ કે. પટેલે જબરદસ્ત દલીલો રજૂ કરી હતી, જેના આધારે આરોપીઓને સજા ફટકારવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande