ગાંધીધામની પેઢીમાં લોન પાસ કરાવીને રકમ પોતાના ખાતામાં નાખીને 47 લાખની ઠગાઇ
ભુજ – કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) ગાંધીધામની એક ફાયનાન્સ પેઢીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સે લોકોના વાહનોની લોન પાસ કરાવી લોનની રકમ પોતાના ખાતામાં જમા કરાવી રૂા. 47,33,319 ઓળવી જતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. રાજકોટમાં મુખ્ય બ્રાન્ચ, કામ
ગાંધીધામની પેઢીમાં લોન પાસ કરાવીને રકમ પોતાના ખાતામાં નાખીને 47 લાખની ઠગાઇ


ભુજ – કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) ગાંધીધામની એક ફાયનાન્સ પેઢીમાં એજન્ટ તરીકે કામ કરતા શખ્સે લોકોના વાહનોની લોન પાસ કરાવી લોનની રકમ પોતાના ખાતામાં જમા કરાવી રૂા. 47,33,319 ઓળવી જતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

રાજકોટમાં મુખ્ય બ્રાન્ચ, કામગીરી ગાંધીધામમાં

સી. જી. ગીધવાણી શાળા સામે અંબિકા આર્કેડમાં ઓફિસ નંબર 107માં એસ. કે. ફાયનાન્સ પેઢી આવેલી છે જેની મુખ્ય બ્રાન્ચ રાજકોટ ખાતે છે. આ પેઢીમાં વાલરામ સોસાયટી મેઘપર રેલવે ટ્રેક પાસે રહેનાર વિશાલ જેસા ધોળકિયાને એજન્ટ તરીકે કામ આપવામાં આવ્યું હતું. ગ્રાહકો શોધી જરૂરી લોન અંગે માહિતી આપી, દસ્તાવેજોની આપ-લે કરવી, આર.ટી.ઓ.માં આર.સી. બૂકમાં ફાયનાન્સ પેઢીન ચડાવવાનું કામ આ શખ્સને સોંપવામાં આવ્યું હતું. વિશ્વાસઘાત, છેતરપિંડીના આ બનાવમાં રાજકોટના જીજ્ઞેશ અરૂણ પારેખે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

11 લોકોના વાહનોની લોન પાસ કરાવી

અમુક ગ્રાહકોએ આ વિશાલ ધોળકિયા વિરુદ્ધ બ્રાન્ચ ઓફિસમાં આવીને ફરિયાદો કરી હતી જેની તપાસ કરાતાં આ શખ્સે 11 લોકોની વાહનો અંગેની લોન પાસ કરાવી તે રકમ ગ્રાહકોને ન આપી પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી નાખી હતી. તેણે ભચાઉના નાનજી હસા કોળીની રૂા. 4,55,548, સામખિયાળીના અસલમ અલીશા સામદારની રૂા. 6,32,521, બુઢારમોરાના દરિયાખાન ઇબ્રાહીમખાન સંધીની રૂા. 4,96,967, શાનગઢના મહેશ હીરા પરમારની રૂા. 4,46,027, ભીમાસર ભુટકિયાના નરશી સોમા ડુગરાણી (કોળી)ની રૂા. 4,18,414, નવા કટારિયાના રાયશી રણછોડ કોળીની રૂા. 4,78,080, નવાગામ અંજારના ધર્મેન્દ્ર રવજી સથવારાની રૂા. 4,42,322, અંજારના મારબશા સુલેમાનશા શેખની રૂા. 5,15,186, ગોકુળગામના અરજણ આંબા રબારીની રૂા. 5,16,286, બાદલપરના પ્રભુ મહાદેવા કોળીની રૂા. 2,32,381 તથા આદિપુરના નીતિન રામજી ચારણના નામે રૂા. 4,54,587 એમ કુલ રૂા. 47,33,319ની લોન પાસ કરાવી પોતે ચાંઉ કરી ગયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande