ઉના તાલુકાના ચાચકવડ ગામેથી, પાસ પરમીટ વગરનો બિલ્ડિંગ લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત કરતુ તંત્ર
ગીર સોમનાથ 29 જુલાઈ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના,પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ, ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા -ધોકડવા રોડ પર ચેકીંગ હાથ ધરતાં ટ્રેક્ટર નં.GJ32AA-96
પરમીટ વગરનો બિલ્ડિંગ લાઇમ સ્ટોનનો


ગીર સોમનાથ 29 જુલાઈ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના,પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ, ગીર ગઢડા તાલુકામાં ગેરકાયદેસર થતી ખનીજ ચોરી બાબતે મામલતદાર કચેરીની ટીમ દ્વારા ગીર ગઢડા -ધોકડવા રોડ પર ચેકીંગ હાથ ધરતાં ટ્રેક્ટર નં.GJ32AA-9647 તથા GJ32B -9431નું ચેકીંગ કરતાં તેમાં કોઈ પણ પ્રકારના પાસ પરમીટ વગર બિલ્ડિંગ લાઇમ સ્ટોન ઉના તાલુકાના ચાચકવડ ગામેથી ભરી વહન થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી, તંત્ર દ્વારા બિલ્ડિંગ લાઇમ સ્ટોન સાથેના બંને ટ્રેક્ટર જપ્ત કરી, આગળની કાર્યવાહી માટે ખાણ ખનિજ વિભાગ,ગીર સોમનાથને સોંપવામાં આવેલ છે.

-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande