જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારી પર માલધારીએ હુમલો કર્યો હોવાની ચકચારી ફરિયાદ નોંધાઇ છે. સરકારી વીડીમાં ભેંસો ચરાવી રહેલા માલધારી શખ્સને ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ બહાર કાઢવા જતાં આરોપી ઉસકેરાઈ ગયો હતો અને લાકડી વડે હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના બમથિયા ગામમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા વાલાભાઈ રામાભાઈ ખરા નામના કર્મચારીએ શેઠવડાળા પોલીસ મથકમાં ભુપત આંબરડી ગામમાં રહેતા સંજય નથુભાઈ કંડોરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ભુપત આંબરડી ગામમાં આવેલી સરકારી વીડી ની જગ્યામાં આરોપી સંજય કંડોરિયા પોતાની ભેંસો ચરાવતો હોવાથી તેને ત્યાંથી ભેંસોને બહાર લઈ જવા માટે જણાવ્યું હતું.
જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, અને ફરજમાં રુકાવટ કરી હતી.જેથી આ મામલે શેઠવડાળા ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ.પટેલ વધુ તપાસ ચલાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT