જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : મેરા યુવા ભારત જામનગર દ્વારા આ યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી કારગિલ વિજય દિવસ નિમિતે જામનગરની નવા નાગના સરકારી હાઇસ્કૂલ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં યુવાઓએ કારગિલના શહિદો - રાષ્ટ્રની શાન અને અભિમાન, કારગિલ યુદ્ધના પ્રેરણાદાયક પ્રસંગો, શહિદ જવાનોના બલિદાન અને દેશપ્રેમ અંગે ભાવનાત્મક પ્રસંગો રજૂ કર્યા હતા.સ્પર્ધાના મુલ્યાંકન માટે અતિથિ તરીકે નિવૃત્ત સેનાધિકારીઓ અને શિક્ષકોએ સેવા આપી હતી.
સ્પર્ધામાં વિજેતાઓ તરીકે કટેશિયા ભાવેશ પ્રથમ સ્થાને, વાઘોડિયા પિયુષ દ્વિતીય અને કાંકરિયા દિયાતૃતીય સ્થાને વિજેતા રહ્યા હતા.આ તમામ વિજેતાઓને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપી સન્માનિત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે, મેરા યુવા ભારત ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એક સંસ્થા છે, જે દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, નેતૃત્વ ક્ષમતા અને સમાજપ્રતિ જવાબદારીના ભાવને વિકસાવવાનું કાર્ય કરે છે.
સમગ્ર કાર્યક્રમ જામનગરના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ મૂળચંદજી દેશભ્રાંતરના માર્ગદર્શન હેઠળ વર્ષાબેન પરમાર સહિત સંસ્થાની ટીમ દ્વારા સફળ બનાવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT