વિરમગામ દુષ્કર્મ કેસનો પાટણમાં NSUIનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ અને અટકાયત
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)વિરમગામમાં ABVP કાર્યકર દ્વારા થયેલા દુષ્કર્મના વિરોધમાં NSUI કાર્યકર્તાઓએ પાટણમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટી કચેરીથી રેલી યોજીને મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે કલેક્ટર કચેરી માર્ગ પર ભારે ટ્રાફિક જામ
વિરમગામ દુષ્કર્મ કેસનો પાટણમાં NSUIનો ઉગ્ર વિરોધ, ચક્કાજામ અને અટકાયત


પાટણ, 29 જુલાઈ (હિ.સ.)વિરમગામમાં ABVP કાર્યકર દ્વારા થયેલા દુષ્કર્મના વિરોધમાં NSUI કાર્યકર્તાઓએ પાટણમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. યુનિવર્સિટી કચેરીથી રેલી યોજીને મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે કલેક્ટર કચેરી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

પ્રદર્શન દરમિયાન NSUI કાર્યકર્તાઓએ આરોપીનું પૂતળું દહન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. NSUI કાર્યકર્તાઓએ પોલીસે પક્ષપાતી વર્તન કર્યાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ABVPને પૂતળા દહનની છૂટ મળે છે, પરંતુ NSUIને નહીં.

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે 10થી વધુ NSUI કાર્યકર્તાઓને અટકાયત કરી હતી. NSUI નેતાઓએ ચેતવણી આપી કે જો પીડિતાને ન્યાય નહીં મળે અને આરોપી સામે યોગ્ય પગલા ન લેવાશે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande