જામનગરમાં કોર્પોરેશનની શાળામાં ગેરશિસ્ત બદલ ત્રણ શિક્ષકો સામે લેવાયેલા પગલાનો વિરોધ
જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વહિવટ ચકચારી બન્યો છે. ગત તા.26મીએ ત્રણ શિક્ષકોના એક વર્ષના ઈન્ક્રીમેન્ટ (ઈજાફા) બંધ કરવા સાથે ત્રણેયની શિક્ષાત્મક બદલી કરવાનું પગલું લેવાની મનમાનીના શિક્ષકોમાં તિવ્ર પડઘા
જામનગર શિક્ષણ


જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો વહિવટ ચકચારી બન્યો છે. ગત તા.26મીએ ત્રણ શિક્ષકોના એક વર્ષના ઈન્ક્રીમેન્ટ (ઈજાફા) બંધ કરવા સાથે ત્રણેયની શિક્ષાત્મક બદલી કરવાનું પગલું લેવાની મનમાનીના શિક્ષકોમાં તિવ્ર પડઘા પડ્યા છે. રાજ્યના નગર પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીને મળીને ફેરવિચારણા કરવા ચર્ચા કરીને જો થયેલા હુકમની ફેર વિચારણા નહીં કરવામાં આવે તો કાર્યક્રમ જાહેર કરવાની ચિમકી આપ્યા બાદ ન.પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીએ પુન: વિચારણા કરવા ખાતરી આપી હતી.

ગઈ તા.26મી જુલાઈની સાંજે શાળા નંબર-29 એક શિક્ષક અને બે શિક્ષિકા એમ ત્રણ શિક્ષકોની એક વર્ષના ઈજાફા બંધ કરવા સાથે સજાત્મક બદલી કરતો હુકમ શાસનાધિકારીએ કર્યા બાદ કર્મચારીઓની સર્વીસ બુકને કાયમી અસર કરે તેવા પગલાના શિક્ષકોમાં તિવ્ર પડઘા પડ્યા છે. રાજ્યના નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયા, મહામંત્રી રાકેશભાઈ કાકડીયા, ઉપપ્રમુખ કે.જી.વાળા અને કારોબારી સભ્યોએ આજે શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કાકનાણી અને શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સાથે બેઠક યોજીને લીધેલા અતિ કડક પગલા અંગે ફેર વિચારણા કરવા ચર્ચા કરીને જો ફેરવિચારણા નહીં થાય તો શિક્ષક સંઘ અગામી દિવસોમાં કાર્યક્રમ જાહેર કરશે. તેવી ચેતવણી બેઠકના અંતે આપી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષકો સામે પગલા લેવા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની મંજુરી મંગાઈ હતી. જે આવી ગયાના 50 દિવસો બાદ પગલા લેવામાં આવ્યા છે. આ દરમિયાન નવું શૈક્ષણિક સત્ર પણ શરુ થઈ ચુક્યું છે તે નોંધનીય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande