પાટણ, 29 જુલાઈ (હિ.સ.)શંખેશ્વરમાં સરકારી દવાખાના સામે રહેતા બાબુભાઇ મઘાભાઇ પરમારના બંધ મકાનમાં 27 જુલાઈની રાતથી 28ની સવાર વચ્ચે તસ્કરોએ ઘરના નકુચા તોડી અંદર પ્રવેશ કરી રોકડ તેમજ દાગીના ચોરી ગયા હતા.
તસ્કરોએ તિજોરીમાંથી રૂ. 80,000 રોકડ તથા કુલ રૂ. 1,32,400ની કિંમતના મોંઘવાળા દાગીનાની ચોરી કરી હતી. તેમાં રૂ. 32,400ની સોનાની ચેન, રૂ. 8,000ની સોનાની પોખાની, રૂ. 5,000ના પગના જેર, રૂ. 3,000ની કડી અને રૂ. 4,000ના કાનના કેવડાનું સામેલ છે. ચોરી સમયે બાબુભાઈ અને તેમની પત્ની સીતાબેન અમદાવાદમાં પોતાના દિકરાઓને મળવા ગયા હતા.
ચોરીનો ભેદ ત્યારે ખુલ્યો જ્યારે તેમના દિકરા નવીનભાઈના સંબંધીએ શંખેશ્વરમાંથી ફોન કરીને જાણ કરી. નવીનભાઈ અનાજ મૂકી અમદાવાદ ગયા હતા. ઘટના જાણવા મળતાં પરિવાર શંખેશ્વર પરત ફર્યો અને ચોરીની પુષ્ટિ થઈ. બાબુભાઈ પરમારની જાણ પરથી પોલીસએ ગુનો નોંધ્યો છે અને શંખેશ્વર પોલીસે ડોગ સ્ક્વોડ તથા FSLની મદદથી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર