પાટણમાં ભક્તિભાવપૂર્વક ટોપલા ઉજાણી પર્વની ઉજવણી
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)પાટણ નજીક આવેલ શ્રી ખેજડીયા વીર દાદાના મંદિર પરિસરમાં પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા શ્રાવણ સુદ પાંચમે પરંપરાગત ટોપલા ઉજાણી ભક્તિભાવથી ઉજવાઈ હતી. પરિવારમાં વિવિધ કુવાસીઓએ આ પાવન પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
પાટણમાં ભક્તિભાવપૂર્વક ટોપલા ઉજાણી પર્વની ઉજવણી


પાટણમાં ભક્તિભાવપૂર્વક ટોપલા ઉજાણી પર્વની ઉજવણી


પાટણ, 29 જુલાઈ (હિ.સ.)પાટણ નજીક આવેલ શ્રી ખેજડીયા વીર દાદાના મંદિર પરિસરમાં પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા શ્રાવણ સુદ પાંચમે પરંપરાગત ટોપલા ઉજાણી ભક્તિભાવથી ઉજવાઈ હતી. પરિવારમાં વિવિધ કુવાસીઓએ આ પાવન પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર કુવાસીઓએ પોતાના ઘરે શ્રદ્ધાભાવથી નૈવેદ્ય જેવી કે ઢુઢણ, લાપસી, રોટલી, ખીર અને અડદ-મગની દાળના વડા તૈયાર કર્યા હતા. ત્યારબાદ ટોપલામાં આ નૈવેદ્ય ગોઠવી પગપાળા યાત્રા કરીને અનુસ્થિત ખેજડીયા વીર દાદાના મંદિર પહોંચ્યા હતા, જ્યાં નૈવેદ્ય અર્પણ કરી સમૂહમાં પ્રાર્થના અને પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો હતો.

આ પવિત્ર પર્વને યાદગાર બનાવવા ઈંટોવાળા પંચ પરિવારના આગેવાનો, યુવાનો, મંદિરના મહંત, ભક્તો અને ટ્રસ્ટીગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો અને નાના-મોટા સૌએ આનંદ સાથે આ પરંપરાનું સ્મરણિય રીતે પાલન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande