રાજુલા પાઈપલાઇનમાં મીટર લગાવાની હિલચાલ સામે, ગ્રામજનોનો વિરોધ
અમરેલી 29 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા પોર્ટ યોજના અંતર્ગત પાઇપલાઇનમાં મીટર લગાવવાની તૈયારી સામે ગ્રામજનોમાં અસંતોષ ફાટી નિકળ્યો છે. પીપાવાવ પોર્ટ દ્વારા દતક લીધેલા દેવગામ, રામપરા અને ભેરાઈ ગામના રહીશો દ્વારા આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવવ
રાજુલા પાઈપલાઇનમાં મીટર લગાવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ


અમરેલી 29 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લાના રાજુલા પોર્ટ યોજના અંતર્ગત પાઇપલાઇનમાં મીટર લગાવવાની તૈયારી સામે ગ્રામજનોમાં અસંતોષ ફાટી નિકળ્યો છે. પીપાવાવ પોર્ટ દ્વારા દતક લીધેલા દેવગામ, રામપરા અને ભેરાઈ ગામના રહીશો દ્વારા આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ગ્રામજનોનું કહેવું છે કે, “અમે હજુ પૂરતા પાણીની સુવિધાથી વંચિત છીએ. પાઈપલાઇનમાં સતત દબાણ ઓછું રહે છે અને પૂરતું પાણી મળતું નથી. આવા સમયમાં મીટર લગાવવી એ અન્યાયપૂર્ણ છે.” સ્થાનિકોએ સઘન વિરોધ સાથે તંત્રને કહી દીધું કે “પહેલા પાણીનો નિયમિત પુરવઠો અને સંપ સુવિધા પૂરતી કરો, પછી મીટર લગાવવાનું વિચારો.”

વિરોધના સમાચાર મળતા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળી અધિકારીઓને મીટર લગાવવાનું કામ તાત્કાલિક રોકવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, “જ્યાં સુધી પીવાનું પાણી villagers સુધી પૂરતું અને નિયમિત રીતે નહીં પહોંચે, ત્યાં સુધી મીટર લગાવવાની કોઈ જરૂર નથી.”

આ મુદ્દે હવે તંત્ર અને પોર્ટના અધિકારીઓ વચ્ચે ચર્ચાઓ શરૂ થઇ છે. ગ્રામજનોની માંગ છે કે દતક લીધેલા ગામોમાં પોર્ટ દ્વારા, પુરતી પાણી વ્યવસ્થા થાય અને પછી જ કોઈ નવું પગલું લેવામાં આવે. આ મુદ્દે સ્થાનિક સ્તરે વધુ ઉગ્ર વિરોધની શક્યતા છે જો માંગણીઓ ન સંતોષાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande