જામનગરના મોટી બાણુગર ખાતે ​વિશ્વ હેપેટાઈટિસ દિવસની ઉજવણી : લેટ્સ બ્રેક ડાઉન થીમ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓને હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે વિસ્તૃત માહિતી આપી રોગોને અટકાવવા માર્ગદર્શન અપાયું જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : વિદ્યાર્થીઓમાં હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના હેતુસર લેટ
સ્કૂલ કાર્યક્રમ


વિદ્યાર્થીઓને હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે વિસ્તૃત માહિતી આપી રોગોને અટકાવવા માર્ગદર્શન અપાયું

જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : વિદ્યાર્થીઓમાં હેપેટાઈટિસ, ટીબી, એનીમિયા અને વાહકજન્ય રોગચાળા અંગે જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના હેતુસર લેટ્સ બ્રેક ડાઉન ની થીમ પર શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, મોટી બાણુગાર ખાતે વિશ્વ હેપેટાઈટિસ દિવસ ૨૦૨૫ અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુગર હેઠળ આવતી આ શાળામાં ધોરણ ૧૧ અને ૧૨ ના ૫૮ જેટલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.​

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને હેપેટાઈટિસના વિવિધ પ્રકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી સાથે જ વિદ્યાર્થીઓને ટીબી, વાહકજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ડાયેરિયા અને એનીમિયા વિશે પણ પત્રિકાઓ દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ રોગોના લક્ષણો, નિવારણના ઉપાયો અને સારવાર વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું, અને પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીઓની શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો.પંકજકુમાર સિંઘ તેમજ જામનગર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ, જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર અને ટીબી સુપરવાઈઝર વિમલભાઈ નકુમ દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.​આ કાર્યક્રમના સફળ આયોજનમાં શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમરીબેન ચંદ્રવાડીયા, શિક્ષકો રેખાબેન સુથાર, રિદ્ધિબેન પુરોહિત, હેતલબેન નાટડા તેમજ દિવ્યાબેન જોશી દ્વારા સંપૂર્ણ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande