સગરામપુરાની મહિલા સાથે ફ્લેટના નામે 35 લાખની છેતરપિંડી
સુરત, 29 જુલાઈ (હિ.સ.)-સગરામપુરા વિસ્તારમાં રહેતી 39વર્ષીય મહિલાએ તેના જ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પેલેસમાં રૂપિયા 35 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. બિલ્ડર સહિત ત્રણ આરોપીઓએ મહિલા પાસેથી ફ્લેટના અવેજના પુરેપુરા પૈસા વસુલી લીધા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો
સગરામપુરાની મહિલા સાથે ફ્લેટના નામે 35 લાખની છેતરપિંડી


સુરત, 29 જુલાઈ (હિ.સ.)-સગરામપુરા વિસ્તારમાં રહેતી 39વર્ષીય મહિલાએ તેના જ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી પેલેસમાં રૂપિયા 35 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. બિલ્ડર સહિત ત્રણ આરોપીઓએ મહિલા પાસેથી ફ્લેટના અવેજના પુરેપુરા પૈસા વસુલી લીધા બાદ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. તેમજ ફ્લેટ ઉપર તેમની જાણ બહાર બારોબાર ખાનગી ફાયનાન્સ કંપનીમાંથી લોન મેળવી તેના હપ્તાની ભરપાઈ કરી ન હતી. જેથી ફાયનાન્સ કંપની દ્વારા ફ્લેટની સીલ કરી દેવામાં આવ્યો છે. મહિલાને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ત્રણેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અઠવા પોલીસના જણાવ્યા મુજબ સગરામપુરા, હનુમાન શેરી પાસે, પોપટ શેરીમાં રહેતા 39વર્ષીય હેતલબેન નરેશકુમાર ચૌહાણએ ગતરોજ કિરણકુમાર હસમુખલાલ મારવાલા (ઉ.વ.૩૫.ધંધો વેપાર, સલાબતપુરા, પુતળી), ઘર્મેશ દિનેશચંદ્ર જરીવાલા અને તેના ભાઈ પીંકેશ દિનેશચંદ્ર જરીવાલા (રહે, સિધ્ધી શેરી સલાબતપુરા) સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં હેતલબેને જણાવ્યું હતું કે આરોપી કિરણકુમાર પાસેથી સગરામપુરા, દેસાઈ શેરીમાં આવેલ શ્રીનાથજી પેલેસમાં ફલેટ ખરીદ્યો હતો. તેના રૂપિયા 30 લાખ ચુકવી આપ્યા હતા. કિરણકુમારે ફ્લેટના સાટાખત કરી આપી ફ્લેટનો કબ્જો આપ્યો હતો પરંતુ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. જયારે જરીવાલ બંધુઓએ લોન ક્લિયર કરવાના બહાને હેલાતબેન પાસેથી વધારાના ૫ લાખ લઈ લોન પણ ક્લિયર નહીં કરી આપી અને ફ્લેટનો દસ્તાવેજ પણ નહીં કરી આપી તેમજ બિલ્ડિંગનું પુરેપુરુ બાંધકામ પણ કર્યું નથી. આ ત્રણેય ઠગબાજ ઈસમોએ હેતલબેન પાસેથી ફ્લેટ પેટે કુલ રૂપીયા 35 લાખ પડાવ્યા હતા. પરંતુ દસ્તાવેજ બનાવી આપ્યો ન હતો. ઉપરાંત કિરણકુમારે તેમની જાણ બહાર બારોબાર ફ્લેટ ઉપર ચોલામંડલ ઈન્વેસ્ટેમેન્ટ અને ફાઈનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. જે લોનના હપ્તા નહી ભરવાના કારણે ફાયનાન્સ કંપની દ્વારા ફ્લેટ સીલ કરી દેવામાં આવ્યો હતો. હેતલબેનને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ અઠવા પોલીસમાં ત્રણેય સામે ફરિયાદ નોધાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande