કચ્છમાં 9896ના મહેકમ સામે 3000થી વધુ શિક્ષકની જગ્યા ખાલી: સરપંચ સંગઠન પહોંચ્યું કલેકટર પાસે
ભુજ – કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) કચ્છમાં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની મોટાપાયે ઘટ જોવા મળતી હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે. જિલ્લામાં 9896ના મંજૂર મહેકમ સામે 3000થી વધુ શિક્ષકની જગ્યા ખાલી પડી છે. આ સમસ્યાનો હલ લાવવો હવે અનિવાર્ય બની ગયો છે. કચ્છ જિલ્લાની
સરપંચ સંગઠને જિલ્લા તંત્રમાં કરી રજૂઆત


ભુજ – કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) કચ્છમાં પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની મોટાપાયે ઘટ જોવા મળતી હોવાથી શિક્ષણ કથળી રહ્યું છે. જિલ્લામાં 9896ના મંજૂર મહેકમ સામે 3000થી વધુ શિક્ષકની જગ્યા ખાલી પડી છે. આ સમસ્યાનો હલ લાવવો હવે અનિવાર્ય બની ગયો છે. કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ સહિતના પ્રાણપ્રશ્નોની કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

જમીનનું સરકારી ખર્ચે ડિમાર્કેશન કરવા સહિતના મામલે રજૂઆત

ખાસ કરીને જિલ્લા ખનિજ ભંડોળની ગ્રાન્ટમાં સ્થાનિક ગ્રા. પંચાયતોને અગ્રતા આપવા માગણી મૂકવામાં આવી હતી. કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વધુમાં દરેક ગ્રામ પંચાયતોની નીમ થયેલી જમીનનું સરકારી ખર્ચે ડિમાર્કેશન કરવા, ગૌચર જમીન વિકાસની સંપૂર્ણ સત્તા ગ્રા. પંચાયતોને સોંપવા, ગૌચર વિકાસ માટે પંચાયતોને ખાસ ગ્રાન્ટ ફાળવવા, ગ્રીન એનર્જી માટે પસાર કરવામાં આવતા કોરિડોર અંગે થતા સંઘર્ષને નિવારવા માટે યોગ્ય નીતિ ઘડવા, જિલ્લા ખનિજ ભંડોળની ગ્રાન્ટ માટે સ્થાનિક ગ્રામ પંચાયતોને અગ્રતા આપી વિકાસના કામો હાથ ધરવા માગણી કરાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande