મેલડી માતાના મંદિરમાંથી સોનાનો હાર ચોરીનો બનાવ, સ્થાનિકોમાં રોષ
ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા મેલડી માતાજી મંદિરમાંથી તાજેતરમાં ત્રીજી વખત ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મંદિરના શૃંગારરૂપે ધરાવાતા આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું કિંમતી સોનાનું હાર ચોરી થયો
Gold necklace stolen from Meldi Mata temple


ભાવનગર, 30 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તારમાં આવેલા મેલડી માતાજી મંદિરમાંથી તાજેતરમાં ત્રીજી વખત ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મંદિરના શૃંગારરૂપે ધરાવાતા આશરે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું કિંમતી સોનાનું હાર ચોરી થયો હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, દરરોજની જેમ ભક્તો પૂજા-અર્ચના માટે મંદિર આવ્યા ત્યારે તેમને માતાજીના મૂર્તિ પરથી સોનાનો હાર ગુમ હોવાનું ધ્યાન આવ્યું. ઘટના અંગે તાત્કાલિક મંડળના જવાબદારોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, થોડા સમયના અંતરે ત્રીજી વખત ચોરીની ઘટના બની છે છતાં હજુ સુધી કોઈ ચોર પકડાયો નથી. મંદિર જેવા ધાર્મિક સ્થળે આવી ચોરીના બનાવો ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

હવે પ્રશ્ન એ ઉઠે છે કે આ ઘટનાકાર અજાણ્યા ચોર છે કે કોઈ સ્થાનિક શખ્સ ? અને તેઓ ક્યારે પોલીસના હથેળે ચઢશે ? આ સવાલોનું ઉત્તર હવે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ દ્વારા સ્થળની તપાસ, ફોરેન્સિક ટીમની મદદ અને આસપાસના વિસ્તારના ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે. ભાવનગરની જનતાને હવે માત્ર એકજ આશા છે કે આરોપી ઝડપાઈ, અને ભવિષ્યમાં આવી ઘટના પુનઃ ન બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande