ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્ર ઝોન બેઠક ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે રત્નાકરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનના કાર્યકાર્યોને વધુ મજબૂત બનાવવા અને આગામી યોજનાઓ માટે કાર્યપદ્ધતિ તૈયાર કરવામાં આવી.
આ બેઠકમાં વિવિધ જિલ્લાઓના અગ્રણીઓ, કાર્યકરો અને સંગઠનના પ્રતિનિધિઓએ ઉપસ્થિતિ નોંધાવી. બેઠક દરમિયાન સંગઠનની ઊંડાણપૂર્વક સમીક્ષા સાથે તેમજ પાર્ટીના વિઝન અને મિશનને અંતિમ માનવી સુધી પહોંચાડવા માટે વ્યૂહરચનાત્મક ચર્ચાઓ કરવામાં આવી. સંગઠનની શક્તિ, કાર્યપદ્ધતિમાં ગતિ લાવવી, અને બૂથ લેવલ સુધી સંગઠનને સશક્ત બનાવવું જેવી મહત્વની બાબતો પર રત્નાકરભાઈએ માર્ગદર્શન આપ્યું.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને પ્રતિષ્ઠિત નેતા ભરતભાઈ બોઘરાએ પણ ખાસ હાજરી આપી. તેમણે પાર્ટીના સંગઠનાત્મક બળને વધુ ઉંચે લાવવા માટે સૌના સહયોગથી એક જ કાઠી હેઠળ કામ કરવા અપીલ કરી. તેઓએ કહ્યું કે સક્રિય કાર્યકરો, મજબૂત વ્યવસ્થા અને સ્પષ્ટ દિશા માટે સંગઠનની બેઠકો અત્યંત ઉપયોગી સાબિત થાય છે.
બેઠકનું સંચાલન ઉર્જાવાન વાતાવરણમાં થયું અને કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉદ્ઘોષના સંકલ્પ સાથે સમાપન થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai