પોલીટેક્નિક કોલેજ ખાતે નશાબંધી પ્રચાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત એસ.ઓ.જી પોલીસ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પોલીટેકનિક કોલેજ પોરબંદર ખાતે નશાબંધી વિષયક સેમીનાર તેમજ રંગોળી હરિફાઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્ય
પોલીટેક્નિક કોલેજ ખાતે નશાબંધી પ્રચાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોલીટેક્નિક કોલેજ ખાતે નશાબંધી પ્રચાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોલીટેક્નિક કોલેજ ખાતે નશાબંધી પ્રચાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોલીટેક્નિક કોલેજ ખાતે નશાબંધી પ્રચાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોલીટેક્નિક કોલેજ ખાતે નશાબંધી પ્રચાર જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચાર અંતર્ગત એસ.ઓ.જી પોલીસ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પોલીટેકનિક કોલેજ પોરબંદર ખાતે નશાબંધી વિષયક સેમીનાર તેમજ રંગોળી હરિફાઈ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રોફેસર જી.કે ખોરસીયાએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી હાલની પરિસ્થતિથી વાકેફ કર્યા હતા અને વિધાર્થીઓ નશાબંધી/વ્યશન મુક્તિમાં કેવી રીતે સહયોગ આપે તે વિષે સવિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક પી.આર ગોહિલે નશાબંધી ખાતા વિશે માહીતી આપતા જણાવ્યુ હતું કે, બાળ અવસ્થામાંથી યુવા અવસ્થામાં પ્રવેશવાની તૈયારી યુવા અવસ્થા (કોલેજ) તમારૂ ભવિષ્ય નક્કી કરે છે.

તમારા સ્વપ્ન પુરા કરવા આ અવસ્થા અતિ મહત્વની છે. આ અવસ્થામાં તમે વ્યસનના રવાડે ચડી જશો તો આવનાર તમારુ અને ભારત દેશનું ભવિષ્ય અંધકારમય થઈ જશે.આ યુવા અવસ્થા (કોલેજ) માં વ્યસનો કેવી રીતે પ્રવેશે અને તે ન પ્રવેશવા દેવા ના નુસ્ખા આપ્યા. તેમજ દરેક વિધાર્થી ભાઇ/બહેનો પોતાના પરિવાર અને પડોશમાં આ પ્રકારના વ્યસની વ્યક્તિઓને વ્યસન મુકાવવા સમજ આપે અને એક સ્વસ્થ તથા વ્યસન મુક્ત સમાજ રચવા યોગદાન આપે તે માટે હાકલ કરેલી અને વ્યસન છોડવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. ત્યારબાદ સબ ઈન્સ્પેક્ટર બી.એમ સોલંકીએ નશામુક્તિ અભિયાનમાં મહિલાનો ફાળા વિશે સવિસ્તૃત માહીતી આપી હતી, ત્યારબાદ એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટરએ પણ કાયદો-વ્યવસ્થા બાબતે માહીતગાર કર્યા, તેમજ કોઈપણ નશાકીય પ્રવૃતિઓમાં વિધાર્થીઓએ સંડોવાનું નથી તેમજ આવી કોઇપણ ડ્રગ્સ કે ગાંજા જેવા માદક પદાર્થની બાબતે ધ્યાને આવે તો અમોને માહિતી શેર કરવી તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યુ હતું. ત્યારબાદ કોલેજના આચાર્ય ખાંટે નશાબંધી ખાતુ તથા એસ.ઓ.જી નો આભાર માન્યો અને જણાવ્યુ કે, અમારા સંસ્થાના વિધાર્થીઓ વ્યશન મુક્તિમાં ઝુબેશ આગળ વધારશે અને સારા પરિણામો મળશે, નશાબંધી ખાતા તરફથી ભાગ લેનાર તમામને મહાનુભવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ તેમજ એસ.ઓ.જી ઈન્સન્સ્પેક્ટર માઠુકીયા, કોલેજના ઈ/ચા આચાર્ય યુ.ઓ ખાંટ તેમજ જી.કે ખોરખીયા સાહેબ, પુર્વી પટેલ તેમજ પોલીટેકનિકનો તમામ સ્ટાફગત તેમજ નશાબંધી સબ ઈન્સ્પેક્ટર બી.એમ સોલંકી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande