નાઈજીરીયાના વિકાસમાં, ગુજરાતીઓનું મહત્વનું પ્રદાન છે: નાઈજીરીયાના પૂર્વ વિદેશ મંત્રી
ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત નાઇજીરીયાના પૂર્વ વિદેશ મંત્રી જ્યોફ્રી ઓન્યામાએ ગાંધીનગરમાં લીધી હતી. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ અંતર્ગત, તેઓ ભારત આવેલા છે તે દરમિયાન તેમની આ ગુજ
ગાંધીનગર ખાતે મુલાકાત લીધી


ગાંધીનગર ખાતે મુલાકાત લીધી


ગાંધીનગર, 31 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત નાઇજીરીયાના પૂર્વ વિદેશ મંત્રી જ્યોફ્રી ઓન્યામાએ ગાંધીનગરમાં લીધી હતી.

વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ દર્શન કાર્યક્રમ અંતર્ગત, તેઓ ભારત આવેલા છે તે દરમિયાન તેમની આ ગુજરાત મુલાકાત યોજવામાં આવી છે.

શ્રીયુત જ્યોફ્રી ઓન્યામાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની મુલાકાત લીધી છે અને ગુરુવારે NFSU તથા GTUની મુલાકાત કરવાના છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે તેઓ તેમના ધર્મ પત્ની સાથે મળ્યા હતા અને ગુજરાતની પ્રગતિશીલતા તથા ભવ્ય વિરાસતથી પ્રભાવિત થયા હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઝમાં નાઈજીરીયન વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તે માટે પણ ગુજરાત સરકારની સરાહના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે G-20 સમિટમાં તેઓ સહભાગી થયા હોવાની વિગતો તેમની પાસેથી જાણીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌને સાથે લઈને વસુધૈવ કુટુંબકમના મંત્રથી આ સમિટની પ્રેસિડેન્સી કરી હતી.

G-20 સમિટમાં નાઈજીરીયાની સહભાગીતાથી નાઈજીરીયા-ભારતના દ્વિપક્ષી સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

નાઈજીરીયાના પૂર્વ વિદેશ મંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત રેપિડ ઇકોનોમિક ગ્રોથ અને ટેકનોલોજીકલ પ્રોગ્રેસમાં અગ્રેસર છે તેમ જણાવ્યું હતું.

તેમણે નાઈજીરીયાના વિકાસમાં ત્યાં વસતા ગુજરાતી સમુદાયોના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગ-વેપાર, રોકાણોમાં નાઈજીરીયા ઉત્સુક હોય તો તે ક્ષેત્રોમાં સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવી હતી.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, ઈન્ડેક્સ-બીના એમ.ડી. કેયુર સંપત પણ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande