ભાવનગર 31 જુલાઈ (હિ.સ.) આજરોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજીએ, ભાવનગર મહાનગરના નવનિર્મિત કાર્યાલયની મુલાકાત લઈ સંસ્થાગત મજબૂતી માટે કાર્યક્ષમ દિશામાં પાર્ટી ના કાર્યનો વિસ્તાર કરવા હિતુ સૂચનો આપ્યા હતા. આ અવસરે સંગઠનના કાર્યપ્રવાહ તથા મંડળ લેવલે કાર્યની ગતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રત્નાકરજીએ નવનિર્મિત કાર્યાલયના નિર્માણકાર્યની વિગતો મેળવી તેને આધુનિક અને સુવિધાસભર બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યાલય નિર્માણથી કાર્યકર્તાઓને એક સુદૃઢ સંચાલન કેન્દ્ર મળી રહ્યું છે જે ભવિષ્યના કાર્ય માટે સહાયક સાબિત થશે એમ તેમણે જણાવ્યું.
મુલાકાત સમયે પૂર્વ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, પૂર્વ શહેર મહામંત્રીશ્રી નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ સહિત પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદાર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સંગઠનના વિકાસ માટેની સમજ મેળવવા અને માર્ગદર્શન મેળવવા ઉમંગભેર હાજરી આપી હતી.
રત્નાકરજીની હાજરીએ કાર્યકર્તાઓમાં નવઉમંગ અને નવી ઊર્જાનો સંચાર કર્યો હતો. આ મુલાકાત સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ભાવનગર મહાનગરમાં પાર્ટીના કાર્યને વધુ પ્રભાવશાળી બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયો સાબિત થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai