કુતિયાણા નજીક જાહેરમાં જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા
પોરબંદર,4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ હાજર હતો એ સમયે બાતમી મળી હતી કે, ખાગેશ્રી થી જામજોધપુર જતા રસ્તે સીમ વિસ્તારમાં વાડી ધરાવતા કેતન રામજીભાઈ જસાણી પોતાની વાડીના મકાને બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે હાર
કુતિયાણા નજીક જાહેરમાં જુગાર રમી રહેલ 4 શખ્સો ઝડપાયા.


પોરબંદર,4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ હાજર હતો એ સમયે બાતમી મળી હતી કે, ખાગેશ્રી થી જામજોધપુર જતા રસ્તે સીમ વિસ્તારમાં વાડી ધરાવતા કેતન રામજીભાઈ જસાણી પોતાની વાડીના મકાને બહારથી માણસો બોલાવી પૈસા પાના વડે હારજીતનો જુગારનો અખાડો ચલાવે છે જે હકીકતને આધારે પોલીસે વાડીના મકાનમાં દરોડો પડતા કેતન રામજીભાઈ જસાણી, રાજેશ ગોરધનભાઈ રતનપરા, રાજેશ જેરાજભાઇ સાદરીયા, રાજેશ જમનભાઈ માણસુરીયા તેમજ નિખીલ ઉર્ફે લાલો કાન્તીભાઈ જસાણીને ઝડપી પાડ્યા હતા તેમજ જીગ્નેશ ચંદુભાઈ કાસુન્દ્રા નામનો એક ઈસમ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસે કરેલા દરોડામાં પાંચ ઈસમો પાસેથી રોકડ રકમ રૂા. 17,570/- મળી આવી હતી. આ બાબતે કુતિયાણા પોલીસે તમામ સામે જુગાર ધારાની કલમ 4,5 મુજબ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પો.ઈન્સ વી.પી. પરમાર તથા પો.હેડ.કોન્સ. વાય.એસ.વાળા તથા પી.આર.ઓડેદરા તથા પો.કોન્સ અલ્તાબ હુસેનભાઈ તથા ભરત ભોજાભાઈ તથા વિજય ખીમાણંદભાઈ તથા અક્ષયકુમાર જગતસિંહ તથા અશ્વિન વેજાભાઈ રોકાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande