ચાસવડ દૂધ ડેરીના ભ્રષ્ટાચારની રાવ, ભરૂચ જીલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં ફરિયાદ કરાઈ
ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) : શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ચાસવડ સંસ્થાના ગોડાઉન વિભાગમાંથી ઘણા સમયથી ઘી, તેલ, દાણ, ગુવાર ભરડો ,મકાઇ ખોળ તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે. આ બધી વસ્તુઓનું બારોબાર નિકાલ થઈ જતો હોવાથી સંસ્થાને અને સભાસદોને ક
ચાસવડ દૂધ ડેરીના ભ્રષ્ટાચારની રાવ ભરૂચ જીલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં કરાય


ચાસવડ દૂધ ડેરીના ભ્રષ્ટાચારની રાવ ભરૂચ જીલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં કરાય


ચાસવડ દૂધ ડેરીના ભ્રષ્ટાચારની રાવ ભરૂચ જીલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં કરાય


ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) : શ્રી નેત્રંગ વિભાગ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ચાસવડ સંસ્થાના ગોડાઉન વિભાગમાંથી ઘણા સમયથી ઘી, તેલ, દાણ, ગુવાર ભરડો ,મકાઇ ખોળ તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ થાય છે. આ બધી વસ્તુઓનું બારોબાર નિકાલ થઈ જતો હોવાથી સંસ્થાને અને સભાસદોને કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થયું છે. પ્રમુખ , ઉપપ્રમુખ સહિત સમગ્ર વ્યવસ્થાપક સમિતિના સભ્યો,મેનેજર અને કર્મચારીઓ આ ભ્રષ્ટાચારના ભાગીદાર છે.ડેરીમાં વર્ષોથી ચોકીદારી કરતો પંડિત સિક્યુરીટી ઓછી ચાપલૂસી વધુ કરી તેણે દોઢ વર્ષથી ચિલિંગ પ્લાન્ટની જવાબદારી કઈ રીતે આપી દીધી અને તેની અન્ય બાબતોની પણ તપાસ કરવી જોઈએ તો ઘણી શંકાસ્પદ બાબતની જાણકારી મળી શકે તેમ છે.

ગોડાઉનમાંથી 935 ઘીના ડબ્બા 1 કિલોના જેની કિંમત 5.61 લાખની ચોરીની જાણ થયાને તેની ફરીયાદ 16 દિવસ બાદ મેનેજરએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આપી છે. તે જોતા સ્પસ્ટ એવું લાગે છે કે પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટીના સભ્યોની મિલીભગતથી બધું ષડયંત્ર ચાલતુ હોય એવું લાગે છે. માટે તારીખ 01/04/2021 થી 30/06/2025 સુધી કેટલી માત્રામાં દાણની ગુણ સુમુલ અને ખાનગી એજન્સી પાસેથી આવી છે, કેટલા ડબ્બા ઘીના આવ્યા અને ગાભણ ગાય માટે સુમુલડેરીમાંથી કેટલી ગુણ દાણ આવ્યું એની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાડ મળી આવે તેમ છે. દાણ, ઘી સિવાય આ સંસ્થામાં ગુવાર ભરડો, મકાઈ ખોળ અને તેલનું પણ વેચાણ થાય છે. તો આમાં પણ આવક અને જાવકના બીલ અને સ્ટોક જો ચેક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે એમ છે.

ગુવાર ભરડો, તેલ, મકાઈ ખોળ પણ વગર ટેન્ડરીંગે માનીતી એજન્સી વારાહી ઈન્ડસ્ટ્રીઝ નામની વેપારી પેઢી બારડોલી વણેસા પાસેથી બજાર કરતા ઉંચા ભાવે માલ ખરીદી કરવામાં આવે છે અને તેની બીજી એજન્સીનું નામ નર્મદા કેટલ ફીડ પણ છે .આ બન્ને એજન્સી એકજ વ્યક્તિની છે જેનું નામ રાજુ રાજસ્થાની વેપારી પાસે ખરીદી કરે છે. બાબતે યોગ્ય તપાસ કરી સંસ્થા અને સભાસદને બંનેને આર્થીક મોટી ખોટમાંથી બચાવી શકાય એમ છે.અરજી લેખિત જિલ્લા રજીસ્ટ્રારને આપી નકલ રવાના રાજ્ય રજીસ્ટ્રાર ગાંધીનગર,સહકાર મંત્રી ગાંધીનગર,મેનેજીંગ ડીરેક્ટર, સુમુલડેરી સુરત,એસ.પી .ઓફીસ ભરૂચ,પી.આઈ નેત્રંગ,પ્રમુખ અને મેનેજર ચાસવડ ડેરીને કરેલ છે.

ઘીના ડબ્બા આશરે 4 હજાર ઉપરાંત સુમુલ ડેરીમાંથી આવ્યા હોવાનું માલૂમ પડ્યું છે પરંતુ તે ચાસવડ ડેરી સુધી નથી પહોચયા બારોબાર વેચાય ગયા છે તે છુપાવવા ખોટી ફરિયાદ કરેલ છે એ પણ મોડી કરી છે. દાણ સુમુલમાંથી બેગો આવી તેનો સ્ટોક પણ નથી હજારો બેગ બારોબાર ડેડિયાપાડા બાજુ વેચાય ગઈ છે.ચોકીદાર પંડિત કરીને છે એ મહાઠગ છે એની તપાસ કરવી જોઈતી છે. અમારા ગરીબ આદિવાસી પશુપાલકોના હક્કના રૂપિયા આ લોકો ઉચાપત કરી માલામાલ બની ગયા છે જે બધી તપાસ કરવી જોઈએ.મનસુખ વસાવા સભાસદ ચાસવડ દૂધ ડેરી

દાણ,ઘી ,તેલ અને અન્ય વસ્તુના સ્ટોકની મને ખબર નથી .હું કઈ જાણતો નથી હું કઈ ના કહી શકું આ બાબતે મારે કઈ કહેવાનું થતું નથી: સુરેશ પટેલ મેનેજર

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande