ભરૂચ 5 જુલાઈ (હિ.સ.) : અમદાવાદથી મંગળગીરી આંધ્રપ્રદેશ ટાઇલ્સ ભરીને જતી ટ્રક AP 39 UK 8898 જેનો ડ્રાઇવર શ્રીનિવાસ રાવ અને નરસિંહમાં રાવ નેત્રંગથી અંકલેશ્વર વાળા રાજ્ય ધોરીમાર્ગ 13 ઉપર વાગલખોડ ગામ પહેલા રાત્રિના દોઢ વાગે ટ્રક લઈને પસાર થતા હતા. તે અરસામાં સામેથી ઓવરટેક કરીને આવતી ટ્રક સાથે અકસ્માતથી બચવા જતા રોંગ સાઈડએ નીચે ટ્રક લેતા રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રેલિંગને તોડીને ખાયમાં પડી હતી.
ટ્રક પૂરપાટ ઝડપે ખાઈમાં પડતા કાદવમાં ભરાઈ ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવર નરસિંહમા રાવને શરીરે ઇજાઓ થઈ હતી અને શ્રીનિવાસ રાવનો આબાદ બચાવ થયો હતો. રાત્રિના ટાઇલ્સ ભરેલી ટ્રક પલટી મારતા ગામના લોકોને જાણ થતા ટ્રકની પાછળ ભરેલી ટાઈલ્સના બોક્સ ઉચકીને લોકો ઘણા ચોરી કરી લઈ ગયા હતા. નેત્રંગ વાલિયા અંકલેશ્વર રસ્તો નવો બની ગયો છે ત્યારે પૂરપાટ જતા વાહનોથી અકસ્માતનો ભય ઘણો વધી ગયો છે. હવે અકસ્માત પહેલા કરતા વધારે થશે તેવી સંભાવનાઓ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ