DGVCL ભરતી વિવાદનો સમાધાન, AAP-કોંગ્રેસના વિરોધ પહેલા 100 નવી નિમણૂકની જાહેરાત
સુરત, 4 જુલાઈ (હિ.સ.)- સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની ભરતીને લઈને ચાલી રહેલો વિવાદ હવે એક સુધારેલી દિશામાં આગળ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતા આંદોલન અને વિરોધ બાદ DGVCLના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા અ
Surat


સુરત, 4 જુલાઈ (હિ.સ.)- સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની ભરતીને લઈને ચાલી રહેલો વિવાદ હવે એક સુધારેલી દિશામાં આગળ વધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વધતા આંદોલન અને વિરોધ બાદ DGVCLના અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા અને વાટાઘાટો યોજાયા, જેના પરિણામે વિવાદનું સમાધાન થયું છે.

DGVCLએ આજે જાહેરાત કરી છે કે, શનિવારથી ૩૫ પાત્ર ઉમેદવારોને નિયમિત ઑર્ડર આપવામાં આવશે. આ ઉપરાંત, આગામી સમયમાં કુલ 100 નવનિયુક્ત કર્મચારીઓની ભરતી કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

DGVCL દ્વારા જણાવાયું છે કે ખાલી પડતી જગ્યા અનુસાર તબક્કાવાર ભરતી પ્રક્રિયા અમલમાં આવશે. જ્યાં તત્કાલ જરૂરિયાત હોય ત્યાં આઉટસોર્સિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ જતાં-જતાં નિયમિત કામગીરી માટે પાત્ર ઉમેદવારોને નિયમિત નિમણૂક પણ આપવામાં આવશે.

વિરોધ કરનાર ઉમેદવારોએ સ્પષ્ટ કર્યું છે કે, જો અનામત અને બિનઅનામત કેટેગરી મુજબ રોસ્ટર પદ્ધતિનું પાલન નહીં થાય તો આંદોલન વધુ તેજ થશે.

હાલમાં, મંત્રણા અને ચિંતાવિચારણાની પ્રક્રિયા સફળ રહી છે, અને ઉમેદવારો હવે નવા ઓર્ડર અને નિમણૂક માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. DGVCLના આ નિર્ણયથી મોટા પાયે યુવાનોમાં રાહતનો મહસૂસ

થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande