રોજીવાડા ગામે ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટકીયા
પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જીલ્લામા ચોરીના બનાવો વધી રહ્યા છે. રોજીવાડા ગામે રહેતા એક ખેડુતના મકાનમાં તસ્કરોએ ખાતર પડી રોકડ અને સોનાના ઘરેણાની ચોરી કરી ગયા હતા રોજીવાડા ગામે વાડી વિસ્તારમાં રહેતા માલદેભાઈ ભીમાભાઈ સોલંકીના રહેણાંક મકાનમા ધોળે
રોજીવાડા ગામે ખેડૂતના મકાનમાં તસ્કરો ત્રાટકીયા


પોરબંદર, 4 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જીલ્લામા ચોરીના બનાવો વધી રહ્યા છે. રોજીવાડા ગામે રહેતા એક ખેડુતના મકાનમાં તસ્કરોએ ખાતર પડી રોકડ અને સોનાના ઘરેણાની ચોરી કરી ગયા હતા રોજીવાડા ગામે વાડી વિસ્તારમાં રહેતા માલદેભાઈ ભીમાભાઈ સોલંકીના રહેણાંક મકાનમા ધોળે દિવસે તસ્કરો ખાબકયા હતા મકાનનો મુખ્ય દરવાજો તોડી ઘરમા પ્રવેશ કરી કબાટમા રહેલી રોકડ રકમ રૂ.70000 તથા સોનાનો ચેઈન, ઓમકાર,વીટી,ચાંદીના સદરા અને લકકી સહિતના દાગીના મળી કુલ રૂ.1,21000ના મુદામાલની તસ્કરો ચોરી કરી ગયા હતા.

માલદેભાઈ અને તેમના પત્નિ સાંજના 4:30 વાગ્યા આસપાસ સીમર ખાતે રહેતા તેમના ભાઈની બીમાર હોય અને તેમની તબિયત પુછવા માટે ગયા હતા. તે દરમ્યાન પાછળથી તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. સાંજના 6:30 કલાકે માલદેભાઇ ઘરે પરત ફર્યા તે દરમ્યાન ઘરના તાળા તુટલા અને ઘરનો માલસમાન વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ચોરી થયાનુ ધ્યાન પર આવતા બગવદર પોલીસને જાણ કરતા તે તુરત દોડી આવી હતી અને ચોરી અંગે તપાસ શરૂ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande