ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં વર્ષાઋતુમાં શહેરીજનો પોતાના ઘર આંગણે કિચન ગાર્ડન બનાવી શકે, તે હેતુથી રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વિવિધ શાકભાજીના બિયારણ રાહત દરે વેચાણ કરવામાં આવે છે.
બાગાયત ખાતા દ્વારા રિંગણ, ગુવાર, ચોળી, ભીંડો, દુધી, તુરિયા, કાકડી, ગલકા, મરચી વગેરેના પેકેટ નહીં નફો-નહીં નુકસાનના ધોરણે વેચાણ કરવામાં આવે છે.
શાકભાજી બિયારણનું વેચાણ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતેથી કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે કચેરીના ટેલિફોન નંબર-૦૨૮૭૬ ૨૪૦૩૩૦નો સંપર્ક કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ