ખોટી ફરીયાદ કરવા અને નામદાર કોર્ટ મા સોગંદ પર, ખોટો પુરાવો આપવા બદલ, આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી તાલાલા પોલીસ
ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં.ફ.૨૭/૨૦૧૮ IPC ક.૩૨૩,૫૦૪,૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ.૩(૧) (આર) તથા ૩(૨)(૫-એ) મુજબની ફરીયાદ નાથાભાઇ ભીમાભાઇ રાઠોડ ઉ.વ.૫૫ રહે.સાંગોદ્રા તા.તાલાલા જી.ગીર સોમનાથ વાળા એ લખાવતા જે તા.૧૦/૦૪/૨૦૧૮ ના ક.૦૧/૩૦ વ
ખોટી ફરીયાદ કરવા અને નામદાર કોર્ટ મા સોગંદ પર, ખોટો પુરાવો આપવા બદલ, આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી તાલાલા પોલીસ


ગીર સોમનાથ 5 જુલાઈ (હિ.સ.) તાલાલા પો.સ્ટે. ગુ.ર.નં.ફ.૨૭/૨૦૧૮ IPC ક.૩૨૩,૫૦૪,૧૧૪ તથા એટ્રોસીટી એક્ટ કલમ.૩(૧) (આર) તથા ૩(૨)(૫-એ) મુજબની ફરીયાદ નાથાભાઇ ભીમાભાઇ રાઠોડ ઉ.વ.૫૫ રહે.સાંગોદ્રા તા.તાલાલા જી.ગીર સોમનાથ વાળા એ લખાવતા જે તા.૧૦/૦૪/૨૦૧૮ ના ક.૦૧/૩૦ વાગ્યે ગુન્હો રજીસ્ટર થયેલ.

જે ફરીયાદમા ફરીયાદીએ હકીકત જણાવેલ કે, પોતાને તથા આ કામના આરોપીઓને ખેતીની જમીન બાબતે મનદુખ હોય જેથી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદીના ખેતરે જઇ ફરીયાદીને જ્ઞાતિ અંગે અપમાનિત કરી હડધુત કરી બળજબરીથી કોઇ ઝેરી દવા પીવડાવી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલાની હકફકત જણાવેલ અને આ ગુન્હાની તપાસના અંતે આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ ભરી નામદાર એડીશ્નલ સેસન્સ કોર્ટમા રજુ કરવામા આવેલ જે કેસ નામદાર ત્રીજા એડીશ્નલ જજ સાહેબ વેરાવળ કોર્ટમા ચાલેલ, જેમા ફરીયાદી તથા સાહેદો પંચો તપાસ કરનાર અધિકારી ઓને નામદાર કોર્ટ દ્વારા ફરીયાદીએ આપેલ ફરીયાદ પુરવાર કરવામા ફરીયાદી તથા સાહેદ નીષ્ફળ ગયેલ હોય અને તેઓએ ખોટી ફરીયાદ દાખલ કરાવેલ હોય જેથી નામદાર કોર્ટ દ્વારા નાથાભાઇ ભીમાભાઇ રાઠોડ તથા તેના પુત્ર કાનજીભાઇ નાથાભાઇ રાઠોડ રહે.બંને સાંગોદ્રા તા.તાલાલા વાળા વિરૂધ્ધ કાર્યવાહી કરવાનુ જણાવેલ.

જેથી જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ નામદાર કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને આ કામના આરોપીઓ વિરૂધ્ધ જે.એન.ગઢવી પોલીસ ઇન્સપેકટર તાલાલા પોલીસ સ્ટેશનનાઓએ સરકાર તરફે નાથાભાઇ ભીમાભાઇ રાઠોડ તથા તેના પુત્ર કાનજીભાઇ નાથાભાઇ રાઠોડ રહે.બંને સાંગોદ્રા તા.તાલાલા વાળા વિરૂધ્ધ ગુન્હો દાખલ કરેલ છે.

આરોપી :-

(૧) નાથાભાઇ ભીમાભાઇ રાઠોડ રહે.સાંગોદ્રા તા.તાલાલા

(૨) કાનજીભાઇ નાથાભાઇ રાઠોડ રહે.સાંગોદ્રા તા.તાલાલા

જાહેર જનાતાને અપીલ-

આથી જાહેર જનતાને ખાસ જાણ કરવામા આવે છે કે, ખોટી ફરીયાદ દાખલ કરશો તો આપના વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande