જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા, ઝુપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદોને રેનકોટ તથા છત્રીઓનુ વિનામૂલ્યે કરેલ વિતરણ.
જુનાગઢ 5 જુલાઈ (હિ.સ.) જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભોજન પ્રસાદ કરાવવાની સાથે આ મોનસુન સિઝનમાં વર્તમાન સમયમાં, ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના સ
જરૂરિયાતમંદોને રેનકોટ


જુનાગઢ 5 જુલાઈ (હિ.સ.) જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે કે, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને ભોજન પ્રસાદ કરાવવાની સાથે આ મોનસુન સિઝનમાં વર્તમાન સમયમાં, ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના સાથે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો તથા લોકોને વરસાદથી બચવા માટે રેઇનકોટ, છત્રીઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું.

ગિરનારી ગૃપ દ્વારા દાતાઓના સહયોગ થી ૧૦૦ રેઇનકોટ, ૫૦ છત્રિઓનું શહેરના ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ સેવામાં ગિરનારી ગ્રુપના સભ્યઓ દિનેશભાઈ રામાણી, સમીરભાઈ દવે, અક્ષિતભાઈ કુબાવત, હરીભાઈ કારીયા, ભાવિનભાઈ ઉનડકટ, સુધીરભાઈ અઢિયા, રવિભાઈ પંડ્યા સહીતના લોકો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande