ખેડૂતોને બાગાયત- શાકભાજી પાકોની વિદેશમાં નિકાસ કરવાની તક બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતોને અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
જૂનાગઢ, 5 જુલાઈ (હિ.સ.) બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે, સરગવો, ટમેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ
ખેડૂતોને બાગાયત- શાકભાજી પાકોની વિદેશમાં નિકાસ કરવાની તક બાગાયત પાકોની ખેતી કરતા ખેડૂતોને અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે


જૂનાગઢ, 5 જુલાઈ (હિ.સ.) બાગાયતી પાકો જેવા કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો તેમજ શાકભાજી પાકો જેવા કે, સરગવો, ટમેટા, કાકડી, કેપ્સીકમ વગેરેની ખેતી કરતા ખેડૂતોને વિદેશમાં નિકાસ કરવાની થતી હોય તો ખેડૂતોએ પોતાના ખેતર કે બગીચાનું અપેડા અંતર્ગત ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આ રજીસ્ટ્રેશનની કામગીરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કરવામાં આવે છે. જેથી રસ ધરાવતા ખેડૂતોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે, ૭-૧૨, ૮- અ, આધારકાર્ડની નકલ, ફાર્મનો નકશો તથા ફાર્મ ડાયરી વગેરે જોડી જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ અરજી આપવાની રહેશે.ત્યારબાદ અરજીની ચકાસણી કરી રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.

ફોર્મ મેળવવા તથા આપવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિ ભવન બહુમાળી સામે, જૂનાગઢ તેમજ અન્ય જિલ્લાઓ માટે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande