વ્યાજખોરોના ત્રાસથી આચાર્યે ઝેરી દવા પીધી
પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાના 42 વર્ષીય આચાર્ય મહેશભાઈ સોલંકીએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી છે. મહેરવાડા ગામના આઝાદ ચોક વિસ્તારમાં રહેતા મહેશભાઈએ વિવિધ લોકોથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. સસરાના અવસાન બાદ
વ્યાજખોરોના ત્રાસથી આચાર્યે ઝેરી દવા પીધી


પાટણ, 5 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાના 42 વર્ષીય આચાર્ય મહેશભાઈ સોલંકીએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લીધી છે. મહેરવાડા ગામના આઝાદ ચોક વિસ્તારમાં રહેતા મહેશભાઈએ વિવિધ લોકોથી ઊંચા વ્યાજે નાણાં લીધા હતા. સસરાના અવસાન બાદ ઘરે પરત ફરતાં વ્યાજખોરોએ તેમને ફોન પર કડક ઉઘરાણી કરવી શરૂ કરી.

આરોપીઓએ મહેશભાઈ પાસેથી 5% થી 10% સુધી વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું અને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી. આ સતત ત્રાસને કારણે મહેશભાઈ કંટાળી ગયા અને ઉધઈ મારવાની ઝેરી દવા પી લીધી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઉંઝા પોલીસે મહેશભાઈના નિવેદનના આધારે છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં મહેસાણા જિલ્લાના હસમુખભાઈ પ્રજાપતિ, પાટણના કૈલાસબેન મકવાણા અને નિલેશભાઈ જાદવ, ધારપુર-પાટણના તળજાભાઈ દેસાઈ, સિદ્ધપુર તાલુકાના દેથળી ગામના અજીતભાઈ ઠાકોર અને ગાગલાશણના પરેશભાઈ રબારીનો સમાવેશ થાય છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande