-સંજીવ કુમાર
વિદિશા, નવી દિલ્હી,૦7 જુલાઈ (હિ.સ.)
મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાથી લગભગ 80 કિમી દૂર આવેલા ગંજ બાસોદાના છેલ્લા ટપરા ગામના લોકો, ખૂબ
ખુશ છે. કારણ કે ખૂબ લાંબી રાહ જોયા પછી, તેમના ઝૂંપડા (ટપરા) ની જગ્યાએ નવા કોંક્રિટ ઘરો બનાવવામાં
આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ કોંક્રિટ
ઘરોની સાથે, તેમને સ્વચ્છ
પીવાનું પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને પોષણ
તેમજ ટકાઉ આજીવિકા, વધુ સારી રોડ અને
ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી જેવી આવશ્યક અને મૂળભૂત સુવિધાઓ પણ મળી રહી છે.
પીએમ-જન્મ (પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન) યોજનાના અમલીકરણને
કારણે, આ બધું શક્ય બન્યું છે. આ યોજનાનો ઉદ્દેશ ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) ને મુખ્ય
પ્રવાહમાં લાવવાનો છે.
છેલ્લું ટપરા ગામ આદિવાસીઓના સહરિયા જનજાતિનું છે.
આદિવાસીઓની આ જાતિ મધ્યપ્રદેશમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) માં સમાવવામાં
આવી છે. મધ્યપ્રદેશમાં જ ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પીવીટીજી) ની કુલ વસ્તી 12,09,630 છે. પીએમ-જનમનનો કુલ બજેટ
ખર્ચ 24,104 કરોડ રૂપિયા છે.
આમાં, કેન્દ્રનો હિસ્સો
15,336 કરોડ રૂપિયા છે
અને રાજ્યનો હિસ્સો 8,768 કરોડ રૂપિયા છે.
પીએમ-જનમન યોજના 15 નવેમ્બર, 2023 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેનો હેતુ, આગામી ત્રણ
વર્ષમાં સુરક્ષિત આવાસ, સ્વચ્છ પીવાનું
પાણી અને શિક્ષણ, આરોગ્ય અને પોષણ, માર્ગ અને
દૂરસંચાર જોડાણ, બિન-વિદ્યુતીકરણવાળા
ઘરોમાં વીજળીકરણ અને ટકાઉ આજીવિકાની મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવાનો હતો. ગંજ બસોદાના
છેલ્લા ટપરા ગામમાં, સહારિયા જાતિના
લોકોને ટપરા અને જાતિ પ્રમાણપત્ર અને આધાર કાર્ડની જગ્યાએ કોંક્રિટ ઘર દ્વારા નવી
ઓળખ મળી છે. અત્યાર સુધીમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારના સમર્થનથી, સહારિયા જાતિના 38 ઘરો પીએમ-જનમન યોજના હેઠળ
બનાવવામાં આવ્યા છે.
છેલ્લા ગામમાં કાયમી ઘર બન્યા પછી, તેનું નામ પણ નયા
ગાંવ ટપરા થઈ ગયું છે. આ ગામની રહેવાસી નેહા સહરિયા કહે છે કે,” લગ્ન પછી જ્યારે
હું અહીં આવી ત્યારે મને ટપરામાં રહેવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આ કારણે, મારે મોટાભાગે
મારા મામાના ઘરે રહેવું પડતું હતું. હવે, પીએમ-જનમન યોજના હેઠળ, અમારું નવું કાયમી ઘર અને શૌચાલય બનાવવામાં આવ્યું છે.
કાયમી ઘર અને શૌચાલય બનાવ્યા પછી, અમારું જીવન સારું બન્યું છે. હું સીવણ મશીનની મદદથી સીવણ
કામ પણ કરું છું.” નેહાના સાસુ, 50 વર્ષીય ફૂલ બાઈએ લગભગ આખું જીવન ટપરામાં વિતાવ્યું છે. ફૂલ
બાઈ માટે, પાક્કું ઘર એક સ્વપ્ન હતું, પરંતુ પીએમ-જનમન યોજના હેઠળ, સરકારે તેમના જીવનના છેલ્લા તબક્કામાં તેમના
નામે કાયમી ઘર અને શૌચાલય આપીને તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે. ફૂલ બાઈની ખુશીનો
કોઈ પાર નથી.
ગંજ બસોદાના એસડીએમ વિજય રાય કહે છે કે,” પીએમ-જનમન યોજના
હેઠળ ખાસ કરીને નબળા આદિવાસી જૂથો માટે, કામ કરવામાં આવી રહ્યું છે. આમાં લોકોને
ઘર બનાવવા માટે 2 લાખ રૂપિયા, મજૂરી માટે 23 હજાર રૂપિયા અને
શૌચાલય માટે 13 હજાર રૂપિયા
આપવામાં આવી રહ્યા છે. આ સાથે, આદિવાસી સમુદાયને ઘણી અન્ય યોજનાઓ દ્વારા પ્રોત્સાહન
આપવામાં આવી રહ્યું છે. સમગ્ર વિદિશામાં 16 હજારથી વધુ લોકોને કોંક્રિટના ઘર આપવામાં આવ્યા છે.”
વિદિશા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર અને આદિવાસી અધિકારી
સંતોષે જણાવ્યું હતું કે,” કેન્દ્ર અને રાજ્ય સરકારો આદિવાસી સમુદાયોને મુખ્ય
પ્રવાહમાં લાવવા માટે સાથે મળીને કામ કરી રહી છે. એકલા ગંજ બસોદામાં, પીએમ-જનમન હેઠળ 1562 ઘરો બનાવવામાં
આવ્યા છે.જેમાંથી એકલા પીપરિયા દૌલત પંચાયતમાં 48 આદિવાસી પરિવારો
માટે, નવા કોંક્રિટના ઘરો બનાવવામાં આવ્યા છે.
પીપરિયા દૌલત પંચાયતના પંચાયત સચિવ લક્ષ્મણ સિંહ રઘુવંશી
કહે છે કે,” આ પંચાયતમાં,
પીએમ-જનમન હેઠળ
મેડિકલ મોબાઇલ યુનિટ દ્વારા પ્રાથમિક આરોગ્ય તપાસની વ્યવસ્થા છે. ગામમાં પીવાના
પાણીની વ્યવસ્થા માટે બે નવા હેન્ડપંપ લગાવવામાં આવ્યા છે. તાજેતરમાં, નયા ગાંવ
તાપરામાં પ્રધાનમંત્રી જનમન આંગણવાડી કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. સમગ્ર
પંચાયતના લોકોને લાડલી બહેના, માતૃત્વ યોજના અને પીએમ કિસાન જેવી યોજનાઓનો લાભ પણ મળી
રહ્યો છે. તાજેતરમાં, પીએમ જનમન હેઠળ
એક નવું વીજળી ટ્રાન્સફોર્મર પણ સ્થાપિત થવા જઈ રહ્યું છે. જેના કારણે જે ઘરોમાં
વીજળીની સુવિધા નથી તેમને વીજળીની સુવિધા પૂરી પાડી શકાય છે.”
આઝાદનગર એ બંધુઆ આદિવાસી પરિવારોનું વસાહત છે. જે 25 વર્ષ પહેલા
તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા, આદિવાસી પરિવારોને બંધુઆ મજૂરીમાંથી મુક્ત
કર્યા પછી વસાવવામાં આવ્યું હતું. આઝાદનગરના પંચાયત સચિવ જીવનસિંહ રઘુવંશી કહે છે
કે,” પહેલા તે ટપરોની વસાહત હતું.આજે 48 આદિવાસી
પરિવારોને અહીં કાયમી મકાનો મળ્યા છે. પહેલા અહીં કાચો રસ્તો હતો, આજે પાકો રસ્તો
બનાવવામાં આવ્યો છે. પહેલા વસાહતમાં બે-ચાર હેન્ડપંપ હતા, આજે નળ જળ યોજના
હેઠળ દરેક ઘરમાં નળની સુવિધા છે. આજે વસાહતમાં આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવ્યું
છે. એટલું જ નહીં, 238 લોકોમાંથી 237 લોકોને આધાર
કાર્ડ મળ્યા છે. જેના દ્વારા તેઓ બધી યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે છે. એકંદરે, એમ કહી શકાય કે આ
આદિવાસી વિસ્તારોમાં પીએમ-જનમનના અમલીકરણથી આદિવાસીઓના જીવનમાં એક નવી સવાર આવી
છે.”
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ