હરદીપ પુરીએ, વડા પ્રધાન મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો, તે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી
નવી દિલ્હી, 9 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ''ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'' એનાયત કરવામાં આવ્યો ત્યારે તેને દેશવાસીઓ મા
પ્રધાનમંત્રી મોદીને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માન


નવી દિલ્હી, 9 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ' એનાયત કરવામાં આવ્યો ત્યારે તેને દેશવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ ગણાવી.

પુરીએ મંગળવારે એક એક્સ પોસ્ટમાં તે તમામ 26 દેશોની યાદી પણ શેર કરી જ્યાં વડા પ્રધાન મોદીને આ સન્માન મળ્યું છે. તેમણે લખ્યું કે, વડા પ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે અને અત્યાર સુધીમાં 26 દેશોએ તેમને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે, જે કોઈપણ લોકશાહી દેશના કાર્યકારી વડા માટે એક અનોખી સિદ્ધિ છે.

તેમણે લખ્યું કે વડા પ્રધાન મોદીને બ્રાઝિલના 'ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી સન્માનિત થવા બદલ હાર્દિક અભિનંદન, જે વિશ્વના 26મા દેશનો સર્વોચ્ચ સન્માન છે! આ સન્માન તેમની દૂરંદેશી નેતૃત્વ ક્ષમતાને જ નહીં, પણ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ પણ છે. તેમણે કહ્યું કે, ભાગ્યે જ કોઈ લોકશાહી દેશના અન્ય કોઈ કાર્યકારી વડાને આટલા બધા દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા હશે. પુરીએ આશા વ્યક્ત કરી કે, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત માત્ર આર્થિક મહાસત્તા બનશે જ નહીં, પરંતુ વિશ્વ શાંતિ સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ સન્માન વડા પ્રધાન મોદીને, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા દ્વારા બ્રાઝિલની મુલાકાત દરમિયાન આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande