કૃષિ મંત્રાલય, કપાસનું ઉત્પાદન વધારવા માટે રોડમેપ તૈયાર કરશે
નવી દિલ્હી, ૦9 જુલાઈ (હિ.સ.) કપાસનું ઉત્પાદન વધારવા માટે કૃષિ મંત્રાલય રોડમેપ તૈયાર કરશે. આ માટે ખેડૂતો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ
ખેતી


નવી દિલ્હી, ૦9 જુલાઈ (હિ.સ.)

કપાસનું ઉત્પાદન વધારવા માટે કૃષિ મંત્રાલય રોડમેપ તૈયાર કરશે. આ માટે ખેડૂતો

પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ

સિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,” કપાસની ઉત્પાદકતા હજુ પણ

ખૂબ ઓછી છે અને બીટી કોટન ટીએસવી વાયરસને કારણે ઉત્પાદકતામાં સતત ઘટાડો થયો છે.”

કપાસના ઓછા ઉત્પાદનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે.

મંત્રાલય કપાસનું ઉત્પાદન વધારવા માટે કામ કરી રહ્યું છે. આ સાથે, મંત્રાલય ઉત્પાદન

ખર્ચ ઘટાડવા, સારા

આબોહવા-અનુકૂળ બીજ વિકસાવવા માટે કામ કરી રહ્યું છે. ચૌહાણે જણાવ્યું હતું કે,”

કપાસના ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે 11 જુલાઈએ સવારે 10 વાગ્યે કોઈમ્બતુરમાં એક બેઠક બોલાવવામાં આવી છે.”

કપાસ ઉત્પાદક ખેડૂતોના પ્રતિનિધિઓ, ખેડૂત સંગઠનોના

પ્રતિનિધિઓ, આઈસીએઆરના તમામ

જાણીતા વૈજ્ઞાનિકો, આઈસીએઆરના ડીજીપોતે, કપાસ ઉત્પાદક

રાજ્યોના કૃષિ મંત્રીઓ, રાજ્ય સરકારના

અધિકારીઓ, કપાસ ઉદ્યોગ સાથે

સંકળાયેલા પ્રતિનિધિઓ અને કૃષિ યુનિવર્સિટીઓના લોકો પણ તેમાં હાજર રહેશે. આ માટે

તેમણે ટોલ ફ્રી નંબર 18૦૦18૦1551 પણ જારી કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande