પોરબંદર, 8 જુલાઈ (હિ.સ.)ઉનાળાની વિદાય બાદ ચોમાસાની મોસમ સાથે પોરબંદરમાં જુગારીઓની મોસમ પણ ખીલી ઉઠી છે જેમાં પોરબંદરમાં રોજના એક-બે સ્થળોએથી પોલીસ જુગારીઓને ઝડપી કાયદાકીય કાર્યવાહી કરી છે ત્યારે ગત તા. 7 જુલાઈના રોજ પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીને આધારે નવા કુંભારવાડા સીદીપીરની દરગાહ પાસેથી જાહેરમાં જુગાર રમતા મામદ ઉર્ફે બાકણ ઇસ્માઇલભાઈ સમા, વસીમ અકરમ સમા અને રહીમ હાસમભાઈ જુણેજા નામના ત્રણ શખ્સોને રોકડ રકમ 10,700 સાથે ઝડપી કીર્તિમંદિર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya