પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમા ગૌરી વ્રત નિમિત્તે ઉજવણી કરી
પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયે ગૌરી વ્રતના પ્રસંગે શિક્ષણક્ષેત્રે નવતર પ્રયોગ કર્યો છે. શાળાની 500 જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાની સહેલીઓના હાથમાં વિવિધ પેટર્નની મહેંદી મૂકી ગૌરી વ્રતની ઉજવણી કરી હતી. શાળાએ
પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમા ગૌરી વ્રત નિમિત્તે મહેંદી મુકી ઉજવણી કરી.


પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમા ગૌરી વ્રત નિમિત્તે મહેંદી મુકી ઉજવણી કરી.


પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયે ગૌરી વ્રતના પ્રસંગે શિક્ષણક્ષેત્રે નવતર પ્રયોગ કર્યો છે. શાળાની 500 જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાની સહેલીઓના હાથમાં વિવિધ પેટર્નની મહેંદી મૂકી ગૌરી વ્રતની ઉજવણી કરી હતી. શાળાએ મહેંદી મુકવાની વિદ્યાર્થિનીઓની ઈચ્છાને ધ્યાનમાં લઈને ખાસ આયોજન કર્યું હતું.

આ પ્રવૃત્તિ શાળામાં ચાલતા વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત “બ્યુટી એન્ડ વેલનેસ” વિષયના ભાગરૂપે હાથ ધરાઈ હતી. મહેંદી મુકતા વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્યને નીખારવાની અને સર્જનાત્મકતા અભિવ્યક્ત કરવાની તક મળી હતી.

શાળાના આ પ્રયત્નને વિદ્યાર્થીઓ તેમજ અવલોકન કરતા તમામથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનતી હોવાનો શાળાનું માનવું છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande