પાટણ, 8 જુલાઈ (હિ.સ.)પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ માટે બેઠક યોજાઈ હતી, જેમાં કુલ ૭૨ વિકાસ કાર્યોને તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ૧૫મા નાણાપંચ અને અન્ય યોજનાકીય ગ્રાન્ટોના કામોનો સમાવેશ થાય છે.
તમામ વિકાસ કાર્યોને મંજૂરી મળ્યા બાદ હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી વર્ક ઓર્ડર આપવામાં આવશે અને પછી કામો શરૂ થશે.
આ કાર્યોના અમલથી પાટણના નાગરિકોને આધુનિક અને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી શહેરનો સર્વાંગી વિકાસ વધુ ઝડપથી શક્ય બનશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર